તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગરા નાગર મંડળ શતાબ્દિ મહોત્સવ અંતર્ગત રવિવારે વિશેષ કાર્યક્રમનું આયોજન

ભુજ: નાગરમંડળને 100 વર્ષ પૂર્ણ થતાં તેના શતાબ્દિ મહોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં તા.11/9ના રવિવારે રાત્રે 8:30 કલાકે હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણીના ચોથા મણકાનો વિશેષ કાર્યક્રમ યોજાશે. સંપૂર્ણ કાર્યક્રમ વડનગરા નાગર મહિલા મંડળ દ્વારા રજૂ કરવામાં આવશે. અતિથિ વિશેષ તરીકે જ્ઞાતિના વડીલ કંચનબેન અંજારિયા, ધારાશાસ્ત્રી ભ્રાંતિબેન વોરા હાજર રહેશે. જ્ઞાતિના કલાકારો દ્વારા કાર્યક્રમમાં રાસગરબા, જ્ઞાતિના વિરાસતા જતા રિત-રિવાજો, પરંપરાને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવાના હેતુથી એક ખાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

ભારાપરમાંશિવ મહાપુરાણ કથાના આયોજન માટે બેઠક

ભુજ: તાલુકાનાભારાપરના રાજહંસેશ્વર મહાદેવ મંદિરે સંત નિર્મલગિરિ બાપુના સાંનિધ્યમાં શિવ મહાપુરાણ કથા આગામી 18/11થી 26/11 સુધી યોજનારી છે, જેના આયોજન માટે બેઠક તા.11/9-રવિવારે સાંજે 4 કલાકે રાજહંસેશ્વર મહાદેવ મંદિર, સેનોટોરિયમ, ભારાપર ખાતે મળશે. કથાના આયોજન માટે અલગ-અલગ 12 સમિતિની રચના કરવામાં આવી છે. વધુ માહિતી માટે સંપર્ક મો.99788 70514 સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો