Home » Gujarat » Bhuj » Rapar » ભચાઉ નજીક નર્મદાની લાઇનના ભંગાણનું સમારકામ 24 કલાક બાદ પૂર્ણ

ભચાઉ નજીક નર્મદાની લાઇનના ભંગાણનું સમારકામ 24 કલાક બાદ પૂર્ણ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

ભચાઉથી વરસામેડી વચ્ચે ચિરઇ ગામ પાસેથી પસાર થતી નર્મદાની લાઇનના મેનહોલમાં ભારે પ્રેશર આવતાં લાઇનમાં મોટું ભંગાણ...

  • ભચાઉ નજીક નર્મદાની લાઇનના ભંગાણનું સમારકામ 24 કલાક બાદ પૂર્ણ
    ભચાઉથી વરસામેડી વચ્ચે ચિરઇ ગામ પાસેથી પસાર થતી નર્મદાની લાઇનના મેનહોલમાં ભારે પ્રેશર આવતાં લાઇનમાં મોટું ભંગાણ પડતાં પાણીનો ધોધ વછુટતાં આસપાસના વિસ્તારમાં તળાવનું નિર્માણ થઇ ગયું હતુ઼. ત્યારે આ ભંગાણના 24 કલાક બાોદ જીડબ્લયુઆઇએલે સમારકામ પૂર્ણ કરતાં મંગળવારે મોડી સાંજે પાણીનો પ્રવાહ આ લાઇનમાં ફરી અેકવાર શરૂ કરાયો હતો.

    સોમવારે સાંજે ઘટેલી ઘટનામાં પાણીનો ધોધ છુટતાં જોતજોતામાં 50 લાખ લિટર જેટલા બહુમૂલ્ય પાણીનો વેડફાટ થઇ જતાં દુકાળમાં અધિકમાસની સ્થિતી સર્જાઇ હતી. મંગળવારે વહેલી સવારથી ગુજરાત વોટર વર્કસ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડના સિનીયર મેનેજર સી.બી.ઝાલાએ વિગત આપતાં કહ્યુ઼ કે 14 જેટલા લોકોએ સવારથી સાંજ સુધી કામ કરી તુટલી લાઇનને ફરી એકવાર દુરસ્ત કરી દીધી હતી.

    સમારકામ આટોપાયા બાદ પાણી પુરવઠો ચાલુ કરાયો હતો.સ્થિતી રાબેતા મુજબ થતાં હજુ એકાદ દિવસ લાગશે તેવું સતાવાર સુત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું.

    જુની લાઇન અને ખારાપટ્ટના કારણે વારમવાર પડે છે ભંગાણ

    સુત્રોની વાત માનીએ તો રાપર અને ભચાઉના બાદ કરતાં કચ્છના અન્ય આઠ તાલુકામાં આજ લાઇનમાંથી પાણી વિતરીત થાય છે. આ લાઇન પાછલા 15 વર્ષ કરતાં વધુનો સમય વીતી ચુકયો છતાં બદલાવાઇ નથી. જુની લાઇન ઉપરાંત ખારાપટ્ટ વાળા વાતાવરણના કારણે લાઇન વારમવાર તુટતી હોવાનું સપાટી પર આવ્યું છે. લાઇનના મેઇન્ટેનન્સમાં ખાસ તકેદારી રખાય તે અતી જરૂરી બની ગયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending