Home » Gujarat » Bhuj » Rapar » પોલીસની હપ્તાખોરીથી કંટાળી બુટલેગરે કર્યો આપઘાતનો પ્રયાસ

પોલીસની હપ્તાખોરીથી કંટાળી બુટલેગરે કર્યો આપઘાતનો પ્રયાસ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

Rapar News - રાપરના સુવઈ ગામે લીસ્ટૅડ બુટલેગરે દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની સ્યુસાઈડ નોટમાં તેણે બે પોલીસ...

  • પોલીસની હપ્તાખોરીથી કંટાળી બુટલેગરે કર્યો આપઘાતનો પ્રયાસ
    રાપરના સુવઈ ગામે લીસ્ટૅડ બુટલેગરે દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની સ્યુસાઈડ નોટમાં તેણે બે પોલીસ કોન્સૅબલનો ઉલ્લેખ કરી તેણે ધાકધમકી કર્યાની અને રુપીયા ન આપ્યા તો ખોટા કેસમાં ફીટ કરી દેવા ધમકી આપ્યાનું લખ્યુ છે.

    સુવઈ ગામે રહેતા બુટલેગર જીતુભા રાઠોડ અગાઉ દારુના ગુન્હામાં આવી ચુક્યો છે ત્યારે કેટલાક કાયદાના રખેવાળૉ તેની પાસેથી હપ્તા પેટૅ રુપીયાની માંગણી કરતા હતા. જે બાબતે સોમવારે બે કોન્સૅબલોએ તેને માર મારતા તેની પત્નીએ ફરીયાદ રાપર પોલીસ મથકે નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પરંત મોડી રાત સુધી પોલીસ ચોપડે ફરીયાદ ચડી શકી નહતી. પોલીસ ફરિયાદ કરવાના પ્રયાસની પોલીસને જાણ થઈ જતા ભય લાગતા યુવકે દવા ગટગટાવી લીધી હતી. જેને કારણે તેને 108 મારફત રાપર સરકારી હોસ્પીટલ દાખલ કરાયો હતો, જેની તબીયત નાજુક લાગતા મામલતદારની હાજરીમાં ડી.ડી. લઈ ભુજ રીફર કરાયો હતો. યુવકે દવા પીધા પહેલા સુસ્યાઈડ નોટ લખી હતી, જેમા બે પોલીસ કર્મી વિષ્ણુદાન ગઢવી, ખીમજી આહીરનો ઉલ્લેખ કરી, તેમણે માર માર્યાનો અને કદી ન જામીન થાય તેવી રીતે કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપ્યાનું જણાવી, માનસીક ત્રાસથી આ પગલુ ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

    હમણા કાંઈ નહિ કહી શકાયઃ પીએસઆઈ

    પીઍસઆઈ ચૌધરીએ શખ્સ લીસ્ટૅડ બુટલેગર હોવાની વાતને સમર્થન આપી સ્યુસાઇડ નોટમાં પોલીસ કર્મીઓના નામ અંગે તપાસ ચાલુ હોવાથી હમણા કાંઈ ન કહી શકાય તેમ જણાવ્યુ હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ