Home » Gujarat » Bhuj » Rapar » નખત્રાણામાં 4 બોટલ સાથે કન્ડક્ટર અને ભચાઉમાં પીધેલો ડ્રાઇવર પકડાયા

નખત્રાણામાં 4 બોટલ સાથે કન્ડક્ટર અને ભચાઉમાં પીધેલો ડ્રાઇવર પકડાયા

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

મુળ માતાનામઢનો રહેવાસી અને હાલ નખત્રાણા એસટી ડેપોમાં ફરજ બજાવતો કંન્ડકટર મુસાફરોની સાથે બસમાં દારૂની હેરાફેરી...

  • નખત્રાણામાં 4 બોટલ સાથે કન્ડક્ટર અને ભચાઉમાં પીધેલો ડ્રાઇવર પકડાયા
    મુળ માતાનામઢનો રહેવાસી અને હાલ નખત્રાણા એસટી ડેપોમાં ફરજ બજાવતો કંન્ડકટર મુસાફરોની સાથે બસમાં દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે નખત્રાણા પોલીસે મંગળવારે એસટી બસ ડેપોના સ્ટાફ રૂમમાં છાપો મારતાં લોકરમાં રાખેલી 14 વિદેશી શરાબની બોટલ સાથે આરોપી રંગે હાથે ઝડપાઇ ગયો હતો.

    પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નખત્રાણા એસટી ડેપોમાં ફરજ બજાવતા રાજનભાઇ કરૂણાશંકર જોષી (ઉ.વ.50) એસટી બસમાં શરાબની હેરફેર કરતો હોવાની બાતમીના આધારે પોલીસે નખત્રાણા બસ સ્ટેન્ડની ઉપરના ભાગે આવેલા સ્ટાફરૂમમાં રેઈડ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ તેને રીમાન્ડ પર લઈ તે ક્યાંથી શરાબ લાવતો હતો અને કોને વેચાણ કરતો હતો તે સહિતની બાબતોની જાણવા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending