Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » આડેસર પાસે વાહન ચેકિંગમાં 53 હજારનો શરાબ ઝડપાયો

આડેસર પાસે વાહન ચેકિંગમાં 53 હજારનો શરાબ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

ઈનોવા કારમાં સવાર એક સ્થાનીક અને બે બહારના શખ્સોની અટક ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ રાપર તાલુકાના આડૅસર...

  • આડેસર પાસે વાહન ચેકિંગમાં 53 હજારનો શરાબ ઝડપાયો
    ઈનોવા કારમાં સવાર એક સ્થાનીક અને બે બહારના શખ્સોની અટક

    ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

    રાપર તાલુકાના આડૅસર ચેકપોસ્ટ પાસે પોલીસ વાહન ચેકિંગ કરી રહિ હતી ત્યારે કચ્છ તરફ આવી રહેલી ઈનોવા કારમાં તપાસ કરતા અંદરથી 13 પેટી અંગ્રેજી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તે સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા.

    પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરાઈ રહ્યુ હતુ ત્યારે ઈનોવા કાર જીજે 18 બીએ 7344 આવી પહોંચી હતી, જેની ચેકિંગ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 13 અંગ્રેજી દારુની પેટી મળી આવી હતી. કારમાં સવાર બ્રિજેશ કાળુભાઈ વૈષ્ણવ (રહે. અંજાર), રોહીત જીજ્ઞેશ મહેતા (રહે. રાજકોટ), ભાનુપ્રતાપ રાજેશ રાજપુત (રહે. હરીયાણા) ની અટક કરી હતી. પોલીસે 53 હજારના અંગ્રેજી શરાબના જથ્થા સાથે કાર સહિતની કુલ 4,07,550 નો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending