Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » હજુ તો ઉનાળાનું સતાવાર આગમન થયું જ છે ત્યાંતો

હજુ તો ઉનાળાનું સતાવાર આગમન થયું જ છે ત્યાંતો

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

હજુ તો ઉનાળાનું સતાવાર આગમન થયું જ છે ત્યાંતો કચ્છ સહિત રાજયમાં જળસંકટની સ્થિતિ અત્યારથી વિકટ બનતી દેખાઇ રહી...

  • હજુ તો ઉનાળાનું સતાવાર આગમન થયું જ છે ત્યાંતો

    હજુ તો ઉનાળાનું સતાવાર આગમન થયું જ છે ત્યાંતો કચ્છ સહિત રાજયમાં જળસંકટની સ્થિતિ અત્યારથી વિકટ બનતી દેખાઇ રહી છે. તેવામાં ગુજરાતની જિવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે ઘટતાં જળસંકટની સ્થિતિ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાને નકારી શકાતી નથી. સુકા મુલક તરીકે જાણીતા કચ્છમાં સંભવીત જળસંકટને નિવારવા માટે પાણી પુરવઠા વિભાગે આગોતરા આયોજનના ભાગરૂપે 9.53 કરોડનો માસ્ટરપ્લાન તૈયાર કરી તેને અમલી બનાવવાનું શરૂ કરી દીધું છે.

    પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર એ.એસ.રાઠવાએ માહિતી આપતાં જણાવ્યું કે સુચીત માસ્ટર પ્લાન અંતર્ગત કચ્છના 107 ગામ અને 76 વાંઢ કે જયાં સ્થાનિક સોર્સ નહિવત પ્રમાણમાં ઉપલબ્ધ છે અને કેટલીક નાની વાંઢો જે નો સોર્સમાં આવે છે.તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી અહી પાણીનો જથ્થો અવિરત રીતે પહોંચતો રહે તેવા પ્રકારનું આયોજન ઘડી કઢાયું છે. મુખ્ય ઇજનેરે ઉમેર્યું કે સિમીત માત્રામાં સ્થાનિક સોર્સ ધરાવતા આ તારવાયેલા ગ્રામીણ વિસ્તારમાં રાપર અને બન્નીતેમજ લખપતના ગામો વધુ હોવાનું જણાવ્યું હતું.

    અા ગામોમાં નવા ટયુબવેલ બેસાડવા, તળાવોને ઉંડા કરવા તેમજ વ્યકિગત યોજના હેઠળના કામોને આવરી લેવાનુ઼ આયોજન ઘડી કઢાયું છે. આજ પ્લાન અંતર્ગત મંજુર થયેલ 69 પૈકીના 35 બોરનું કામ પૂર્ણ કરી લેવાયાનું રાઠવાએ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending