Home » Gujarat » Bhuj » Rapar » જિ.પં.ની કારોબારીમાં સિંચાઇ યોજના માટે 57 લાખ ફાળવાયા

જિ.પં.ની કારોબારીમાં સિંચાઇ યોજના માટે 57 લાખ ફાળવાયા

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં જમીન બીનખેતીની 18 ફાઈલોને લીલી ઝંડી અપાઈ હતી. તો ચોમાસાને અનુલક્ષી...

  • જિ.પં.ની કારોબારીમાં સિંચાઇ યોજના માટે 57 લાખ ફાળવાયા
    કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં જમીન બીનખેતીની 18 ફાઈલોને લીલી ઝંડી અપાઈ હતી. તો ચોમાસાને અનુલક્ષી સિંચાઇ યોજાનાના કામોને અગ્રતા આપી ડેમની સુધારણા ઉપરાંત રિપેરીંગના કામ હેતુ 57 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન નવીન જરૂ અને ડીડીઓ સી.જે. પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કલમ 65 હેઠળ 14, કલમ 66 હેઠળ 1 અને અન્ય 3 ફાઈલને જરૂરી પૂર્તતા કરવાની શરત સાથે એનએની મંજૂરી અપાઈ હતી.

    બેઠકમાં નાની સિંચાઈ યોજનાના ઝાલુ ડેમની ડેમ સેફ્ટીના કામ માટે 53 લાખ ઉપરાંત નુકસાન પામેલાં તળાવની મરામત ખર્ચ, નાની સિંચાઈ યોજના અંતર્ગત ડેમના ગેટ રીપેરીંગ, સ્લુઈઝ બેસાડવા વગેરે કામો માટે સ્વભંડોળ અને સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી 4.90 લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવા નિર્ણય કરાયો હતો. જે ડેમોનું રિપેરીંગ કામ હાથ ધરાશે તેમાં નંદાસર, મોવાણા, ફકીરવાડી, ખાવડા, દેવસર, જૂણાચાય, વાગાપધ્ધર અને ભારાપરના નાની સિંચાઈના ડેમનો સમાવેશ થાય છે. કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદમાં ખર્ચ પેટે સ્વભંડોળમાંથી બે લાખ રૂપિયાની રકમ આપવાનો ઠરાવ પણ કરાયો હતો. એનએ ફાઈલોની પ્રક્રિયામાં થતો વિલંબ નિવારવા આગામી બીજી એપ્રીલના રોજ વધુ એકવાર કારોબારી સમિતિની બેઠક યોજવા આયોજન કરાયું હોવાનું ચેરમેન નવીન ઝરૂએ માહિતી આપતાં જણાવ્યું હતું.

    ભાસ્કર ન્યૂઝ.ભુજ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending