શિવલખા પાસે બાઇક પરથી પટકાતાં યુવાનનું મોત
ભચાઉતાલુકાના શિવલખા ગામના પાટિયા પાસે ટ્રકને ઓવરટેક કરતી વખતે બાઇક પરથી પટકાવાને કારણેે એક યુવાનનું ગંભીર ઇજાને કારણે મોત થયું હતું.
બુધવારે સાંજે પોણા વાગ્યે બનાવ બન્યો હતો, જેમાં રણછોડ વીરમ ભરવાડ (25)ને ગંભીર ઇજાઓ થઈ હતી. લાકડિયાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે તેણે દમ તોડી દીધો હતો. હતભાગી યુવાન રાપર તાલુકાના ભંગેરા ગામનો વતની હતો. મૃતકના સગા-સંબંધીના જણાવ્યા પ્રમાણે યુવાન તેના અન્ય સંબંધી સાથે બાઇક પર બેસીને કોઇ કામથી ભંગારાથી ગાંધીધામ જતો હતો.