• Gujarati News
  • National
  • અંજાર સીએચસી રેફરલમાં નવી સુવિધાઓ ઉમેરવા 146 લાખ મંજૂર

અંજાર સીએચસી-રેફરલમાં નવી સુવિધાઓ ઉમેરવા 146 લાખ મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાસામુહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા.

સંસદીય સચિવ વાસણભાઇ આહિરની વારંવારની રજૂઅાતોનો રાજ્ય સરકારે પડઘો પાડ્યો હોય તેમ રાજ્યના આરોગ્ય વિભાગે સીએચસી અને રેફરલમાં નવી સુવિધાઓ ઊભી કરવા માટે 146 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે. હાલમાં રેફરલમાં 50 પથારીની સગવડ છે જે હવે વધશે. હોસ્પિટલનો અંજાર, રાપર અને ભચાઉના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બહોળો લાભ લે છે તેમને ફાયદો થશે.

ગ્રાન્ટમાં 7 નવા રૂમ, મલ્ટીપર્પઝ હોલ, ફાર્મસી રૂમ, ઓફિસ રૂમ, ફિઝિયોથેરાપી રૂમ, બર્ન્સ વોર્ડ, આઇસીયુ અને ઇલેક્ટ્રિક સહિતના પરચૂરણ કામો સહિતનો સમાવેશ કરાયો છે. સુવિધાઓ માટે સંસદીય સચિવે સરકારનો તો શહેર ભાજપ પ્રમુખ સંજય દાવડા, પાલિકા પ્રમુખ પુષ્પાબેન ટાંક, તાલુકા ભાજપ પ્રમુખ શંભુલાલ આહિર, તાલુકા પંચાયતના પ્રમુખ રાંભઇબેન ઝરૂ સહિતના અગ્રણીઓએ સંસદીય સચિવનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...