• Gujarati News
  • National
  • રાપર સુધરાઇએ 17 કિલો સડેલા શાકભાજી નાશ કર્યા

રાપર સુધરાઇએ 17 કિલો સડેલા શાકભાજી નાશ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરનગરપાલિકાએ ગુરુવારના 17 કિલો સડેલા શાકભાજીના જથ્થાનો નાશ કર્યો હતો અને નબળી ગુણવતાના 4 કિલો પ્લાસ્ટીકના ઝબલા પણ જપ્ત કર્યા હતા, જેથી વેપારીઓ સોંપો પડી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ચોમાસામાં ભારે વરસાદને કારણે રોગચાળો ફેલાવાનો ભય રહે છે, જેથી જિલ્લા આરોગ્ય તંત્રે રાપર નગરપાલિકાને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે મુખ્ય અધિકારી મેહુલભાઇ જોધપુરાના માર્ગદર્શન હેઠળ રાપર શહેરમાં લારીગલ્લાવાળાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં શાકભાજી વિક્રેતાઓ, ખાણીપીણીવાળા, હોટલ અને રેસ્ટોરન્ટને પણ આવરી લેવાયા હતા. સેનિટેશન ચીફ ઇન્સ્પેકટર કિશોરભાઇ ઠક્કર અને શોપ ઇન્સ્પેકટર અરવિંદગીરી ગોસ્વામીની ટીમે સડેલા શાકભાજીનો 17 કિલો જથ્થો નાશ કર્યો હતો અને 4 કિલો જેટલા નબળી ગુણવતાના પ્લાસ્ટીકના ઝબલા પણ જપ્ત કર્યા હતા. કેટલાકને સ્વચ્છતા જાળવવા તાકીદ કરવામાં આવી હતી. પાણીજન્ય રોગચાળો ફેલાવતી જગ્યાએ દવા છંટકાવ ઉપરાંત ફોગિંગ કરવામાં આવ્યું હતું. જે કામગીરીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...