તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 91519 વિદ્યાર્થી અને લાભાર્થીઓ માટે 7.7 કરોડના ખર્ચને બહાલી

91519 વિદ્યાર્થી અને લાભાર્થીઓ માટે 7.7 કરોડના ખર્ચને બહાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિની સોમવારે બેઠક મળી હતી, જેમાં 2016-17માં તમામ યોજનામાં 91519 વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ માટે 70795000 રૂપિયાના ખર્ચને બહાલી અપાઇ હતી.

સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત સંચાલિત નલિયા, મુન્દ્રા અને રાપર મુકામે ચાલતી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની માન્ય સંખ્યા કરતા દરેક છાત્રાલય દીઠ 10 છાત્રનો વધારો કરી તેના નિભાવ ખર્ચ અને વધારાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શાખામાં ચાલતી વ્યક્તિલક્ષી યોજનામાં વર્ષ 2017-18માં 100 ટકા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જુલાઇ માસથી કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

બેઠકમાં વસંતભાઇ વાઘેલા, માનબાઇ દનિચા, જીતેન્દ્ર વાઘેલા ઉપરાંત સમાજ કલ્યાણ અધિકારી અર્જુન પટેલ અને સમાજ કલ્યાણ નિરીક્ષકો હાજર રહ્યા હતા.

નલિયાના છાત્રાલયમાં બોર બનાવાશે

નલિયામાંસાર્વજનિક કન્યા છાત્રાલય છે, જેમાં પાણીના પ્રશ્નનો કાયમી ધોરણે હલ લાવવા માટે બોર બનાવવાની બહાલી આપવામાં આવી હતી. તમામ યોજનાકીય લાભો જરૂરિયાતમંદ લોકોને પહોંચે તે જોવા સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...