તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાપરમાં યુવાન પર 7થી 8 શખ્સનો હથિયારથી હુમલો

રાપરમાં યુવાન પર 7થી 8 શખ્સનો હથિયારથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરગામના અયોધ્યાપુરી ચકરાવા પાસે સાંજે મોટરસાઇકલ પર જતા યુવાનને આંતરી જીપમાં આવેલા 7થી 8 શખ્સે ધારીયા, ધોકા, બંદૂક જેવા પ્રાણઘાતક હથિયારથી હુમલો કરતાં યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાપરના વિકાસવાડી વિસ્તારમાં રહેતા સિદ્ધરાજસિંહ અશ્વિનસિંહ જાડેજા (ઉ.વ.24) પોતાની મોટરસાઇકલ લઇને જતો હતો, ત્યારે જીપમાં આવેલા ક્રિપાલસિંહ હરદેવસિંહ તખતસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જૂની અદાવતનું મનદુ:ખ રાખીને સિદ્ધરાજસિંહ પર ધોકા અને ધારિયા સહિતના હથિયારથી હુમલો કર્યો હતો, જેને કારણે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થળ પર બેભાન થઇ ગયો હતો. હુમલો કરવા 7થી 8 શખ્સ આવ્યા હતા અને તે ડાભૂંડા ગામના હોવાનું જાણવા મળ્યું હતું. હથિયારો સાથે આવેલા આરોપીઓએ પહેલા સિદ્ધરાજસિંહની બાઇક પર જીપ ચડાવી દેવાની કોશિશ કરી હતી, તો બાઇક પર બેઠેલો અન્ય એક યુવાન રોડ પર ફંગોળાઇ ગયો હતો. બાઇકને આંતરીને આરોપીઓએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાનું તેમજ અગાઉ ડાભુંડા ગામે મેળામાં થયેલા ઝઘડાનું વેર રાખી યુવાન પર હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...