તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી લાયક વરસાદથી રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપારડીપંથકમાં પાછલા બે દિવસોથી બપોર બાદના સમયથી વરસાદના ઝાપટાની શરૂઆત થવા પામી હતી અને આજરોજ પણ વરસાદના ઝાપટાઓ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. પાછલા એક સપ્તાહના વિરામ લીધાબાદ મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ધમાકેદાર પધરામણી કરતા ખેડુતો ખુશ થઇ ગયાં છે. શરૂઆતથીજ વરસાદનુ પ્રમાણ સારું હોવાના કારણે આવનાર વર્ષ પણ સારું જશે તેવા અણસાર જણાઇ રહ્યા છે. ગત વર્ષ કરતાં સંતોષ કારક વરસાદ થતાં લોકોમા઼ રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...