તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજપારડી ખાતે મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ સાથે આગમન

રાજપારડી ખાતે મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ સાથે આગમન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડિઆનારાજપારડી ખાતે ગઇકાલે રાત્રિના સુમારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ઉકળાટમાં રાહત થઇ હતી. રાત્રે બે વાગ્યાના સુમારે વરસાદનું આગમન થયું હતું.તથા વહેલી સવારે ધુમ્મસના કારણે આહલાદક વાતાવરણ સર્જાયું હતું.

ગઇકાલે સાંજે વાદળછાયુ વાતાવરણ તથા વિજળીઓના કડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ઉકળાટમાં રાહત અનુભવાય હતી. તથા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના આગમનથી ગામોના ખેડુતવર્ગ દ્વારા ખેતી કાર્યનો શુભારંભ કરવામાં આવશે.

વરસાદના આગમનની સાથે બજારોમાં મકાનપર ઢાંકવાની તાડપત્રી , છત્રીઓ, રેઇનકોટ, ખેતી વિષયક સામાન ની વેચાણમાં તેજી આવી હતી. શહેરી વિસ્તારોમાં શેરડી, કેળની ખેતી, અનાજ, કઠોળ શાકભાજી,તથા વિવિધ ફુલો જેવા પાકોને વરસાદથી ફાયદો થતો હોય છે. ચોમાસાની શરૂઆતથી ખેતરોમાં ચહલપહલ શરૂ થશે.

લોકોને ગરમીમાં રાહત : જગતનો તાત ખુશખુશાલ

વહેલી સવારે ધુમ્મસના કારણે આહલાદક વાતાવરણ

અન્ય સમાચારો પણ છે...