• Gujarati News
  • National
  • રાજપારડીમાં ગરમીના પ્રકોપથી કરફયુમય માહોલ

રાજપારડીમાં ગરમીના પ્રકોપથી કરફયુમય માહોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાબે દિવસથી ગરમીનો પારો ઉંચે જઇ રહયો છે ત્યારે રાજપારડીમાં પણ લોકો કાળઝાળ ગરમીમાં શેકાઇ રહયાં છે. મંગળવારે ગરમીના પ્રકોપને કારણે માર્ગો અને બજારો સુમસાન બની જતાં કરફયુમય માહોલ જોવા મળ્યો હતો.

રાજપારડી નગર સહીત પંથકમાં ગરમીનો પારો ઊંચે જતા રાજપારડીના બજારો અને પંથકના માર્ગો સુમસામ નજરે પડ્યાંહતાં ઉનાળાના શરૂઆતના દિવસોમાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હતો જેના કારણે લોકોને અંગ દઝાડતી ગરમીમાં સેકાવવાનો વારો આવ્યો હતોલોકોએ બપોરના પહોરમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળીરહ્યાછે અને એરકન્ડીશન,પંખા,એરકુલરો, વપરાશ કરીને ગરમીથી થોડીક રાહત અનુભવી રહ્યાછે રાજપારડીના બજારોમાં સવારે અને સાંજે લોકોની ભીડ જોવા મળેછે જયારે બપોરના સમયે બજારોમાં સન્નાટો જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

બજારો અને જાહેર રસ્તાઓ સુમસાન બની ગયાં

અંગ દઝાડતી ગરમીલોકોએ ત્રાહિમામ પોકારી

અન્ય સમાચારો પણ છે...