Home » Gujarat » Bharuch-Narmada » Rajpardi » બાવાગોર દાદાની દરગાહ ખાતે ઉર્સમાં અનુયાયીઓ ઉમટ્યાં

બાવાગોર દાદાની દરગાહ ખાતે ઉર્સમાં અનુયાયીઓ ઉમટ્યાં

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:25 AM

હિંદુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં આસ્થાનું પ્રતિક સૈયદ રફિકબાવા સૈયદ નૈયરબાવાના હસ્તે alt147ગોરીશાalt148...

  • બાવાગોર દાદાની દરગાહ ખાતે ઉર્સમાં અનુયાયીઓ ઉમટ્યાં
    રતનપુર ખાતે પહાડની ઉપર આવેલી હજરત બાવાગોર દાદાની દરગાહ શરીફનો ઉર્સ 29મીના રોજ મનાવાયો હતો અને 28મીના રોજ સંદલ શરીફની રશ્મ અદા કરવામાં આવી હતી. ઉર્સના પ્રસંગે ભારતભરમાંથી હિંદુ -મુસ્લિમ શ્રધ્ધાળુઓ હાજરી આપીને બાવાગોર દાદાની બારગાહમાં પોતાની મનોકામનાઓ પુર્ણ કરવા દુઆઓ ગુજારી હતી. અત્રેની દરગાહ શરીફે દર ગુરૂવારે તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ હાજરી આપીને ધન્યતા અનુભવે છે.

    ભુત, પ્રેત, મેલીવિદ્યાથી અસરગ્રસ્ત વ્યક્તિઓ પોતાના ઇલાજ માટે દરગાહે રોકાણ કરે છે. દરગાહના વ્યવસ્થાપક દાદુબાપુ તેમજ રતનપુરના યુવકોના સંયુક્ત ઉપક્રમે રતનપુર ધોરીમાર્ગ પાસે ભવ્ય પ્રવેશદ્વારનુ નિર્માણ કરાયુ હતું. ઉર્સના પવિત્ર પ્રસંગે સૈયદ રફિકબાવા માંગરોલવારાઅને સૈયદ નૈયરબાવા વડોદરાવારાના હસ્તે પ્રવેશદ્વારની રીબીન કાપીને દરગાહ શરીફે આવતા શ્રધ્ધાળુઓ માટે ખુલ્લો મુક્યો હતોે. સ્થાનિક યુવકો દ્વારા પીવાના પાણીની પરબોનુ આયોજન કરાયુ હતું.

    રતનપુર ખાતે આવેલી હજરત બાવાગોર દાદાની દરગાહેચ 785 માં ઉર્સની પરંપરાગત ભવ્ય ઉજવણી કરાઈ હતી. -ફારૂક ખત્રી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ