રાજપારડીમાં બાઇક ચોરીના પ્રકરણમાં MPનો સગીર ઝડપાયો

રાજપારડીમાં બેંકના કેશિયરની બાઇકની ચોરીના ગુનામાં પોલીસે મધ્યપ્રદેશના સગીરની અટકાયત કરી છે. રાજપારડી પોલીસે...

DivyaBhaskar News Network | Updated - Mar 10, 2018, 02:55 AM
રાજપારડીમાં બાઇક ચોરીના પ્રકરણમાં MPનો સગીર ઝડપાયો
રાજપારડીમાં બેંકના કેશિયરની બાઇકની ચોરીના ગુનામાં પોલીસે મધ્યપ્રદેશના સગીરની અટકાયત કરી છે. રાજપારડી પોલીસે મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરીને બાઇક સહિત માસ્ટર કી જપ્ત કરી છે.

મુખ્ય બજારમાં આવેલી SBI બેંકમાં કેશીયર તરીકે ફરજ બજાવતા નવિન બૈરાગીની બાઇકની 19 ફેબ્રુઆરીના દિવસે ઉઠાંતરી કરી હોવાની ફરિયાદ રાજપારડી પોલીસ મથકે નોંધાવા પામી હતી. પોલીસે સી.સી.ટી.વી.ફુટેજ તેમજ અન્ય ખાનગી રાહે તપાસ આરંભી હતી. પી.એસ.આઇ.સરવૈયા,હે.કો નિકુલભાઇ, પો.કો.વિક્રમભાઇ, પો.કો. તનવીરભાઇ સહિતનાઓ ટીમ બનાવી મધ્યપ્રદેશ સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. ઉતાવલી તા.સોંદવા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે વોચ ગોઠવીને તપાસ કરતા ઉઠાંતરી થયેલ બાઇક તેમજ બાઇકની માસ્ટર ચાવી સહિતનો મુદ્દામાલ સાથે એક સગીરની અટકાયત કરી હતી. કિશોરને જુવેનાઇલ એકટ 2015ની કલમ મુજબ ડીટેઇન કરાયો હતો. જોકે બાઇકની ઉઠાંતરી કરવામાં મુખ્ય સુત્રધાર તેમજ સહ આરોપી પોલીસ પકડથી દુર હોઇ તેઓને ઝડપવા કવાયત હાથ ધરી છે.

X
રાજપારડીમાં બાઇક ચોરીના પ્રકરણમાં MPનો સગીર ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App