ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bharuch-Narmada » Rajpardi» રાજપારડીમાં વેપારીઓએ ગરમીથી બચવા તાડપત્રી બાંધી

  રાજપારડીમાં વેપારીઓએ ગરમીથી બચવા તાડપત્રી બાંધી

  DivyaBhaskar News Network | Last Modified - Apr 07, 2018, 02:30 AM IST

  આકરો ઉનાળો | આકરા તાપના અનુભવને લઇને વિવિધ નુસખાઓ અજમાવી રહ્યા છે : બપોરના સમયે બજારો સુમસામ બની જાય છે
  • રાજપારડીમાં વેપારીઓએ ગરમીથી બચવા તાડપત્રી બાંધી
   રાજપારડીમાં વેપારીઓએ ગરમીથી બચવા તાડપત્રી બાંધી
   ઝગડિઆ તાલુકાના રાજપારડી નગરમાં સ્થાનિક વેપારીઓએ ગરમીથી બચવા તાડપત્રી બાંધવાનો નુસખો અપનાવ્યો છે. જેનાથી ગ્રાહકો તેમજ વેપારીઓને ગરમીથી રાહત થઇ છે. ચાલુ સાલે ઉનાળાના પ્રારંભના દિવસોમાં આકરી ગરમીની શરૂઆત થવા પામી હતી જેને લઇને લોકો ત્રસ્ત બન્યા છે.

   કાળઝાળ ગરમીથી બચવા નગરજનો વિવિધ નુસખાઓ અજમાવતા હોઇ છે. જેમાં લોકો પોત પોતાની દુકાનો,મકાનોમાં કુલરો, એ.સી,પંખા, જેવા ઉપકરણો ચલાવીને ગરમીથી રક્ષણ મેળવે છે. નગરના સ્થાનિક શોપિંગ સેન્ટરોમાં વેપારીઓએ કાળઝાળ ગરમીથી રક્ષણ કરવા તાડપત્રી બાંધી છે.

   વેપારીઓએ નવતર નુસખો આજમાવતા બજારોમાં ફરતા રાહદારીઓ અને વેપારીઓની ગરમીમાં ઠંડકનો એહસાસ થયો છે. આકરી ગરમીના પગલે કેટલાક દુકાનદારોએ પાણીના જગ પોતાની દુકાનોની બહાર મુકયા છે અને માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. ઉનાળાની શરૂઅાતથી જ આકાશમાંથી અગનગોળા વરસી રહયાં હોવાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.

   રાજપારડીમાં વેપારીઓએ ગરમીથી બચવા માટે નવો નુસખો અપનાવ્યો છે. તસવીર : ફારૂક ખત્રી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાજપારડીમાં વેપારીઓએ ગરમીથી બચવા તાડપત્રી બાંધી
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `