• Gujarati News
  • National
  • રાજપારડીમાં વરસાદથી નદી નાળાઓમાં ઘોડાપૂર

રાજપારડીમાં વરસાદથી નદી નાળાઓમાં ઘોડાપૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપારડીનગર સહિતનાં પંથકમાં ગઇકાલ રાત્રિના સમયથી લઇને વહેલી સવાર સુધી તેજ ગતિના પવનો સાથે અને વિજળીઓના કડાકા ભડાકા ચાલુ રહેલા મુશળધાર વરસાદના પગલે રાજપારડીની માધુમતિ ખાડી અને ભુંડવા ખાડીમાં ઘોડાપુર આવતા બન્ને ખાડીઓ બે કાંઠે વહેતી નજરે પડી હતી. જ્યારે રાજપારડી પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીભરાયા હતા. રાજપારડી થી ઝગડિયા જતાં માર્ગ પર ભુંડવા ખાડીમાં પાણીનુ પુર આવતા પાણીનો પ્રવાહ ખાડીના પુલ પરથી પસાર થયો હતો. જોકે થોડા સમયબાદ પાણી અોસરતા વાહન ચાલકોએ અવર જવર ચાલુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતા લોકોને ઉકળાટ અને ગરમીમાંથી આંશિક રાહત થઇહતી ચોમાસાની શરૂઆતના દિવસોમાં વરસાદ સારો વરસતા ખેડુતોએ ખેતી કામની શરૂઆત કરી હતી.

પાણી ઓસરતાં વાહન વ્યવહાર પુન: ચાલુ

ભુંડવા ખાડીના પાણી માર્ગ ફરી વળ્યા