ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bharuch-Narmada » Rajpardi» અોરપટાર ગામેથી જુગાર રમતા 3 ખેલી ઝડપાયા : 5 ફરાર થયાં

    અોરપટાર ગામેથી જુગાર રમતા 3 ખેલી ઝડપાયા : 5 ફરાર થયાં

    DivyaBhaskar News Network | Last Modified - Mar 04, 2018, 02:25 AM IST

    ઝગડિઆ તાલુકાના અોરપટાર ગામ પાસે પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 3 જુગારિયા ઝડપી...
    • અોરપટાર ગામેથી જુગાર રમતા 3 ખેલી ઝડપાયા : 5 ફરાર થયાં
      અોરપટાર ગામેથી જુગાર રમતા 3 ખેલી ઝડપાયા : 5 ફરાર થયાં
      ઝગડિઆ તાલુકાના અોરપટાર ગામ પાસે પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 3 જુગારિયા ઝડપી પાડ્યા હતાં. પોલીસના દરોડામાં 5 જેટલા ખેલીઓ નાસી છુટ્યા હતાં.

      રાજપારડી પી.એસ.આઇ.સરવૈયાને ચોક્કસ બાતમી મઓરપટાર ગામે નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં રાત્રિના સમયે કેટલાક જુગારિયાઓએ મહેફિલ જમાવી છે. એ.એસ.આઇ.દેવીદાશ શાંતિલાલ, પો.કો.પરેશભાઇ, રાજેન્દ્રભાઇ, પંકજભાઇની ટીમે દરોડો પાડયો હતો. જેમાં અબ્દુલ હનિફ રહેમાન મલેક, સહિદ હનિફ રહેમાન, રહે નવી તરસાલી, ઇમરાન ગુલામનબી ગોરી,રહે રૂંઢ પોલીસના હાથે ઝડપાયાં હતાં. જ્યારે યાસીન હુશેન રસુલ શેખ, મકદુ્મ હુશેન શેખ,ઇદ્રીસ મહંમદ મિરઝા,ત્રણે રહે નવી તરસાલી,બળવંતભાઇ ઉર્ફે ટીનો ભગુભાઇ રાઠોડ રહે ઓરપટાર,નિશાર ઇબ્રાહિમ ગરાસિયા રહે નવી તરસાલી પોલીસને જોઇને ભાગી છુટ્યા હતાં.પોલીસે ઝડપાયેલા જુગારિયાઓ પાસેથી 25,600 રૂપિયા રોકડા જપ્ત કરી ફરાર ખેલીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અોરપટાર ગામેથી જુગાર રમતા 3 ખેલી ઝડપાયા : 5 ફરાર થયાં
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `