• Gujarati News
  • પાલેજમાં વીજળીના ધાંધિયા, દિવસમાં વારંવાર લાઈટ ડૂલ

પાલેજમાં વીજળીના ધાંધિયા, દિવસમાં વારંવાર લાઈટ ડૂલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદનાચાર છાંટા પડે એટલે વીજળીના રીસામણા મનામણા ચાલુ થવાનું કંઈ નવું નથી. પરંતુ તો દરરોજના નિત્યક્રમ મુજબ વીજળી દિવસ રાતમાં વારંવાર જતા આવતાં વીજ ઉપકરણોને પણ નુકસાન થવાનો ભય રહે છે. ખરેખર ચોમાસા પહેલા વીજ કંપની પ્રિમોન્સૂનની કામગીરી કરી લે છે તેમ છતાં પણ વરસાદના બે છાટાં પડતાંની સાથે વીજળી જતી રહે અને તે પણ એકવાર બે વાર નહી વારંવાર પણ આવું બને છે .જેનાથી વિદ્યુત ગ્રાહકો ત્રાસી ગયા છે. વીજ તંત્ર બાબતે યોગ્ય કરી ગ્રાહકોને સંતોષ આપે એવી લોકોમાં વ્યાપક માગણી ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલેજ નગરમાં વીજ ધાંધીયાના પગલે રહીશો દ્વારા પાલેજમાં આવેલી દક્ષીણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં રજૂઆત કરાઇ હતી. તેમ છતાં પણ આજે પણ પરિસ્થિતિ યથાવત રહી છે.