• Gujarati News
  • National
  • પાલેજ ખાતે રેલવે મુસાફરોને હાલાકી

પાલેજ ખાતે રેલવે મુસાફરોને હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલેજરેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર4,5ની મધ્યમાં મુસાફરોની સુવિધા માટે તંત્રએ બનાવેલા શેડની મધ્યમાંથી ટપકતા વરસાદી પાણીથી મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. શેડની મધ્યમાં આવેલા પતરામાં છીદ્રો પડી જવાથી વરસાદી પાણી મુસાફરોને બેસવા માટે મુકેલી ખુરશીઓ પર ટપકતું હોવાથી મુસાફરો ખુરશીઓ પર બેસી શકતા નથી. જયારે ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે શેડ નીચે ઉભા રહી ટ્રેનની પ્રતિક્ષા કરતા મુસાફરોની હાલત કફોડી બની જાય છે. પાલેજના રેલવે સ્ટેશન પર ટપકતા પાણીથી મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...