પાલેજમાં ભંગાર ગટરનું નવી બનાવવા રહીશોની માગણી
પાલેજ |પાલેજના મકકા મસ્જીદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીના નિકાલ માટેની ગટર લાઇન ભંગાર હાલતમાં થઇ ગઇ છે. ગટર મકકા મસ્જીદ તેમજ ડભોઇયાવાડ વિસ્તારના ગંદા પાણીનો નિકાલ કરે છે. ગ્રામ પંચાયત સત્તાધિશો તૂટેલી ગટર તાકિદે નવી બનાવી મકકા મસ્જીદ વિસ્તારના રહિશોની મુશ્કેલી દુર કરે એવી મકકા મસ્જીદ વિસ્તારના રહીશોની માંગ છે.