Home » Gujarat » Bharuch-Narmada » Palej » કલ્લા શરીફ ખાતે ઉર્સની ઉજવણીમાં િહન્દુ-મુસ્લિમો જોડાયાં

કલ્લા શરીફ ખાતે ઉર્સની ઉજવણીમાં િહન્દુ-મુસ્લિમો જોડાયાં

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 05:05 AM

પાલેજ નજીકના કલ્લા શરીફ ખાતે હિંદુ - મુસ્લિમ એકતાના પ્રતિક સમાન એવા સૈયદ ફૈયાઝુદ્દીનબાવા અને સૈયદ...

  • કલ્લા શરીફ ખાતે ઉર્સની ઉજવણીમાં િહન્દુ-મુસ્લિમો જોડાયાં
    પાલેજ નજીકના કલ્લા શરીફ ખાતે હિંદુ - મુસ્લિમ એકતાના પ્રતિક સમાન એવા સૈયદ ફૈયાઝુદ્દીનબાવા અને સૈયદ ફૈઝુરસૂલબાવાની દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.ધાર્મિક વિધિ સહિતના કાર્યક્રમોનો અનુયાયીઓએ લાભ લીધો હતો.વિવિધ શહેરોમાંથી આવેલા ધર્મગુરૂઓએ હાજરી આપી હતી.

    દરગાહ શરીફે સંદલ શરીફ હજરત મુસ્તાકઅલી બાવાના નિવાસસ્થાનેથી નિકળીને દરગાહ શરીફે ચઢાવવાની રશ્મ અદા કરવામાં આવી હતી.ઉર્સમાં હજારોની સંખ્યામાં હિંદુ -મુસ્લિમ શ્રધ્ધાળુઓએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. શનિવારે રાત્રે મહેફીલે શમામાં કવ્વાલીનો કાયક્રમ રાખવામાં આવ્યો હતો. સરફરાઝ સાબરીએ કવ્વાલીની રંગત જમાવી હતી. આ પ્રસંગે હજરત વાહિદઅલી બાવા, અનવર હુશેન કાઝમી, સલીમ હજારે, મૌલાના ઇરસાદ, મુફતી અશગરઅલી, મુફતી સરફરાઝ, મૌલાના હબીબુલ્લાહ, મૌલાના અકબર અઝહરી, મૌલાના શબ્બીર અઝહરી, સૈયદ દાદાબાપુ, સૈયદ ઇકબાલબાપુ, સૈયદ મુખ્તારહુશેન બાવા, સૈયદ અબ્દુલકાદિર બાપુ, મુફતી અશરફ સાહબ, અબ્દુલ મહમુદ સાહબ સહિતના ધર્મગુરૂઓએ હાજરી આપી હતી. રાજયભરમાંથી આવેલા અનુયાયીઓએ ઉર્સ શરીફનો લાભ લીધો હતો.

    પાલેજના કલ્લા શરીફ ખાતે ઉર્સની ઉજવણી કરાઇ. તસ્વીર-ફારુખ ખત્રી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ