• Gujarati News
  • National
  • સાંસરોદના તલાટીની KBC શોમાં પસંદગી પામ્યાં

સાંસરોદના તલાટીની KBC શોમાં પસંદગી પામ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલેજપાસે આવેલા સાંસરોદ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા ઇમ્તિયાઝખાનની કોન બનેગા કરોડપતિ શો માં પસંદગી થતા ગામમાં તથા તેમના પરિવારમાં અાનંદની લાગણી પ્રસરી છે.

ઇમ્તિયાઝખાન સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ટીવી પર અાવતા રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ હું નિયમિત જોતો હતો અને મારૂ સ્વપ્ન હતું કે હું શો માં ભાગ લઉં.કોન બનેગા કરોડપતિ શોમાં ભાગ લેવા માટે હું સતત રાત દિવસ મહેનત કરી રહ્યો હતો. એક તરફ સરકારી નોકરીનું ભારણ હોવા છતાં હુ શો નિયમિત જોવું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આ શો માં સિલેકટ થવાના પરિશ્રમમાં અાર્મીમાં ફરજ બજાવી ચુકેલા મારા નિવૃત પિતા અને માતાના અાશિર્વાદ છે.છેવટે મારા પિતા તથા માતાના અાશિર્વાદ રંગ લાવ્યા અને સાંસરોદ ટચુકડા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા કોન બનેગા કરોડપતિના ઓડીશનમાં સિલેકટ થતા અાનંદની લાગણી અનુભવુ છું.

ઇમ્તિયાઝખાન શોના નિયમિત દર્શક છે

ગામ તથા પરિવારમાં ખુશીનો માહોલ

અન્ય સમાચારો પણ છે...