ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bharuch-Narmada » Palej» અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્ય‍ારે જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે

    અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્ય‍ારે જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે

    DivyaBhaskar News Network | Last Modified - Apr 02, 2018, 04:05 AM IST

    બસો હાલ નર્મદા ચોકડી થઇને ભોલાવ ડેપોમાં આવે છે ભરૂચ આવવા મુસાફરોને રીક્ષા ભાડુ ખર્ચવાની નોબત આવી છે ...
    • અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્ય‍ારે જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે
      અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્ય‍ારે જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે
      ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ અાપનાર, કોમી એક્તાના પ્રખર હિમાયતી હજરત પીર મોટામીયાં બાવા સાહેબના બે દિવસીય ઉર્સની પાલેજ સ્થિત ચિશ્તિયા નગર ખાતે દબદબાભેર ઉજવણી કરાઇ હતી.

      અા પ્રસંગે હજરત પીર મોટામીયાં બાવાની દરગાહ પર તેઓના હજારો હિંદુ - મુસ્લિમ અનુયાયીઓ સાથે સૈયદ પીર સલીમુદ્દીન બાવા સાહેબ, સૈયદ પીર મોઇનુદ્દીન બાવા સાહેબ, સૈયદ પીર સલીમુદ્દીન બાવા સાહેબના શાહબજાદા તેમજ સૈયદ પીર મોઇનુદ્દીન બાવા સાહેબના શાહબજાદાની હાજરીમાં સંદલ શરીફની રસ્મ સંપન્ન કરાઇ હતી.

      અા પ્રસંગે મોટામીયા બાવા સાહેબ માંગરોળના ગાદી રચિત GSPRFદ્વારા ચાલો માનવતા મહેકાવીએનું પણ અાયોજન કરવામાં આવ્યું હતું. મૂળ સ્વરૂપે લખાયેલી ભક્તિ સાગર તથા ચિશ્તિયા સિલસિલાના મહાન સુફી સંત ઓલિયા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

      ડો. પીર મતાઉદ્દીન બાવાએ જણાવ્યું હતું કે, માનવી માનવી વચ્ચે જે અંતર વધી રહ્યું છે તેને અટકાવીએ એ જ સાંપ્રત સમયનો તકાજો છે. મારો હેતુ મારૂ લક્ષ્ય પીર મોટામીયાં બાવા સાહેબના અભિયાનને અાગળ ધપાવી માનવસેવાના કાર્યો કરવાનો છે. અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્યારે જ જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે. શિક્ષણવિદ રાયસીંગ ચૌધરીએ જણાવ્યું હતું કે, અા જે કાર્યક્રમ અાયોજિત થયેલો છે તે ઇન્સાનિયતને ઇન્સાનિયત તરફ લઇ જવાનો એક માર્ગ છે. પીર સલીમુદ્દીનબાવા સાહેબના સાનિધ્યમાં યોજાઇ રહ્યો છે જે એક ગર્વની વાત છે.ઇતિહાસકાર મહેબુબ દેસાઇએ જણાવ્યું હતું કે , દરેક ધર્મ માનવતાના ઇતિહાસ પર રચાયેલો છે. માનવતા ઇતિહાસના દરેક પાના સુધી પહોંચે છે. માનવીને માનવી સુધી પહોંચાડવો એ સૂફીવાદના બે સિંધ્ધાંતો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્ય‍ારે જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `