Divya Bhaskar

Home » Gujarat » Bharuch-Narmada » Palej » ઝઘડીયા- રાજપીપળાની બસો શીતલ સર્કલના માર્ગે દોડાવવા માંગ

ઝઘડીયા- રાજપીપળાની બસો શીતલ સર્કલના માર્ગે દોડાવવા માંગ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:05 AM

બસો હાલ નર્મદા ચોકડી થઇને ભોલાવ ડેપોમાં આવે છે ભરૂચ આવવા મુસાફરોને રીક્ષા ભાડુ ખર્ચવાની નોબત આવી છે ...

  • ઝઘડીયા- રાજપીપળાની બસો શીતલ સર્કલના માર્ગે દોડાવવા માંગ
    ભરૂચ ખાતે ગોલ્ડનબ્રીજ સમાંતર નવા બ્રિજ તથા શિતલ સર્કલ ખાતે ફલાયઓવરની કામગીરીની અસર ઠેઠ ઝગડીયા,રાજપીપળા ના એસ.ટી ના મુસાફરો સુઘી અસર કરી રહી છે. ભરૂચનો જુનો ડેપો હાલમાં ભોલાવ ખાતે શિફટ કરવામાં આવ્યો છે. ગોલ્ડનબ્રિજને સમાંતર નવા બ્રિજની કામગીરી તથા શિતલ સર્કલ પર નવા બનતા ફલાય ઓવરના કારણે ઝગડીયા ડેપો,રાજપીપળા ડેપો તથા શુકલતીર્થ રૂટની ઝાડેશ્વર, તુલસીઘામ,મકતમપુર,કસક થઇ ભોલાવ ડેપો પહોચતી એસ.ટી બસોને તે રૂટ પર બંઘ કરવામાં આવી છે.

    ત્રણેય રૂટો પરથી આવતી જતી બસોને ઝાડેશ્વર ચોકડીથી ન્યામંદિર, એબીસી સર્કલ થઇ ભોલાવ ડેપો પહોચવાનો નવો રૂટ અમલમાં લાવવામાં આવ્યો છે. જેના કારણે રોજીદા આપ-ડાઉન કરતા એસ.ટી ના મુસાફરોને તે રૂટ બંઘ થતા ઝગડીયા, રાજપીપળા, આવવા જવા માટે રિક્ષામાં ભોલાવ ડેપો અથવા ઝાડેશ્વર ચોકડી સુઘી આવવુ જવુ પડે છે. બંઘ થયેલ કસક સુઘીના રૂટને ફરી કસક સુઘી પણ ચાલુજ કરવામાં આવે તો ભરૂચ સીટીમાં જવાવાળા સવલત મળી રહે છે. વાયા એબીસી ચોકડીથી ભોલાવ ડેપો પહોચ્યા બાદ પણ રીકશામાં શીતલ સર્કલ,કસક થઇ સિંટીમાં જવું પડે છે. તો આ કસક સુઘીની સેવા એસટી વિભાગ ઘ્વાર જ પુરી પાડવામાં આવે તો મુસાફરો ભાડામાં જ સીટી પહોચી શકે તેમ છે. ઝાડેશ્વર, તુલસીઘામ, મકતમપુર, કસમ નો રૂટ શરૂ કરવામાં આવે તેમ રોજીંદા મુસાફરો દ્વારા માંગ થઇ રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending