તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલેજમાં હાઇ વોલ્ટેજથી વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા

પાલેજમાં હાઇ વોલ્ટેજથી વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલેજનગરના જુની પોલીસ ચોકી પાછળ અાવેલા ટ્રાન્સફોર્મરમાંથી બજાર વિસ્તાર તથા રામજીમંદીર વિસ્તારમાં વીજ પુરવઠો સપ્લાય થાય છે. તે ટ્રાન્સફોર્મરમાં ગુરૂવારના રોજ સવારે 8.00 વાગ્યાની અાસપાસ કોઇક કારણોસર ખામી સર્જાઇ હતી.

નગરના રામજી મંદિર વિસ્તારમાં અાવેલી દુકાનોમાં પણ વોલ્ટેજ વધી જવાના પગલે દુકાનોના વીજ ઉપકરણોને નુકસાન થવા પામ્યું હતું. જેના કારણે ડીજીવીસીએલની નબળી કામગીરી સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. વોલ્ટેજ વધી જવાના કારણે વીજ ઉપકરણોને જે નુકસાન થયું તેના માટે જવાબદાર કોણ એવી પણ લોકોમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી. વીજ કંપની દ્વારા નિયમિત અને સુરક્ષિત રીતે વીજ પુરવઠો આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. વીજ ઉપકરણો ફૂંકાઇ જતાં લોકોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

મુસાફીર ખાના વિસ્તારનાં ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ

રામજી મંદિર વિસ્તારમાં લોકોને આર્થીક નુકશાન

અન્ય સમાચારો પણ છે...