તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કલ્લામાં નિ:શુલ્ક કાનુની સલાહ કેન્દ્ર ખુલ્લુ મુકાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલ્લામાં નિ:શુલ્ક કાનુની સલાહ કેન્દ્ર ખુલ્લુ મુકાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અાજનાઝડપી યુગમાં મિલ્કતો બાબતે તથા જમીનો બાબતે સમાજમાં વધતા જતા મતભેદો અને તેમાંથી ઉદભવતા ઝઘડાઓ પોલીસ ફરિયાદ તથા અદાલતો સુધી પહોંચી જતા હોય છે. તેનાથી બંને પક્ષોને અાર્થિક નુકસાન વેઠવાનો વારો અાવતો હોય છે. કરજણ તાલુકાના કલ્લા ગામમાં સુફી સંત હઝરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ સમાજમાં પ્રવર્તતા મતભેદો અને ઝઘડાઓનો સુખદ નિકાલ લાવવાના શુભઅાશયથી કલ્લા ગામની સુફી સંત ફૈઝ એકેડમી શાળા ખાતે નિ:શુલ્ક કાનુની સલાહ કેન્દ્રનો પ્રારંભ કરવામાં અાવ્યો હતો. કાર્યક્રમમાં નિવૃત ન્યાયધીશ ડી. અાર.મલેક, એમ. એ. મિરઝા, ટ્રસ્ટના સેક્રેટરી બશીર પટેલ, અાચાર્ય જાફર દિવાન ઉપસ્થિત રહ્યાં હતાં. નિ:શુલ્ક કાનુની સલાહ કેન્દ્રને સૈયદ મુસ્તાક અલી બાવાના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો