Home » Gujarat » Bharuch-Narmada » Palej » ગઠિયો મહિલાનું ગળું દબાવી સોનાની ચેન આંચકી ફરાર

ગઠિયો મહિલાનું ગળું દબાવી સોનાની ચેન આંચકી ફરાર

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:00 AM

Palej News - પાલેજના ડુંગરીપાળ વિસ્તારની ઘટના કાર લઇને ગઠિયો ભરૂચ તરફ ફરાર

  • ગઠિયો મહિલાનું ગળું દબાવી સોનાની ચેન આંચકી ફરાર
    પાલેજ હાઇવે રોડ ઉપર આવેલાં ડુંગરી પાળ વિસ્તારમાં ઘરનાં ઓટલા ઉપર બેઠેલાં વૃદ્ધા દેવીબેન બાબુભાઇ માછીના ગળા માથી શનિવારે સવારે પોણા સાત વાગ્યાના અરસામાં અજાણ્યો ઈસમ ફ્રન્ટી કારમાં આવી માસી બોટલમાં પાણી ભરી આપો તેમ કહી વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધાનું ગળું દબાવી ગળામાં પહેરેલી 3 તોલાની સોનાની ચેન તોડી ભાગ્યો હતો. વૃદ્ધાએ બૂમા બમ કરતાં આસપાસના લોકો ભેગા થયા હતાં. ગઠીયો ફ્રન્ટી કારમાં બેસી હાઇવે તરફ પાલેજ ચોકડી થઈ ભરુચ તરફ ફરાર થયાની માહીતી મળી છે.

    ઘટનાં સંદર્ભે ફરીયાદ પાલેજ પોલીસ માં નોંધાવતા ટાઉંન જમાદાર એ નજીક માં આવેલ બેંક નાં બહાર મુકેલ સી. સી. ટીવી. કેમેરા ની ફૂટેજ જોવાની તજવીજ હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ