• Home
  • Gujarat
  • Bharuch-Narmada
  • Palej
  • ભારદારી વાહનો પ્રતિબંધિત છતાં રેતીભરેલી ટ્રકોની હેરાફેરી

ભારદારી વાહનો પ્રતિબંધિત છતાં રેતીભરેલી ટ્રકોની હેરાફેરી

કરજણના સાયર ગામે રેતીની લીઝો હોવાથી નારેશ્વરથી સાસરોદ પાલેજ સુધી રેતી ભરેલી ટ્રકોની અવરજવરથી રોડ ખરાબ થઈ જાય છે....

DivyaBhaskar News Network | Updated - Mar 08, 2018, 02:30 AM
ભારદારી વાહનો પ્રતિબંધિત છતાં રેતીભરેલી ટ્રકોની હેરાફેરી
કરજણના સાયર ગામે રેતીની લીઝો હોવાથી નારેશ્વરથી સાસરોદ પાલેજ સુધી રેતી ભરેલી ટ્રકોની અવરજવરથી રોડ ખરાબ થઈ જાય છે. છેલ્લા કેટલા દિવસોથી આ રોડ પોહળો કરી નવો બનવાની કામગીરી ચાલે છે. જેથી આ રોડ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ભારદારી વાહનો કરજણ તરફ ડાઈવરજન આપેલ છે. છતાં આ રોડ પર રેતી ભારેલી ટ્રકો બિન રોકટોક દોડી રહી છે. રસ્તા પર જાહેરનામાની નોટીસ મારવામાં આવેલ છે અને એમાં જનાવેલ છે કે મેજીસ્ટ્રેટ વડોદરા દ્વારા પાલેજ નારેશ્વર રસ્તા પર તારીખ ૨/૦૧/૨૦૧૮થી ૩૧/૦૩/૨૦૧૮ સુધી ભારદારી વાહનો માટે પ્રતિબંધ મુકેલ છે અને કરજણ કુરાલી સિમળી થઈ ડાઈવરજન અપેલ છે છતાં રેતી ભરેલી ટ્રકો પસાર થાય છે.

જાહેરનામાનો ભંગ કરી પસાર થતી ટ્રક નજરે પડે છે. જતિન વ્યાસ

X
ભારદારી વાહનો પ્રતિબંધિત છતાં રેતીભરેલી ટ્રકોની હેરાફેરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App