Divya Bhaskar

Home » Gujarat » Bharuch-Narmada » Palej » અવાખલ ગામે ચાર કૂવાના કેબલો તસ્કરો કાપી ગયા

અવાખલ ગામે ચાર કૂવાના કેબલો તસ્કરો કાપી ગયા

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 02:25 AM

સાધલીના અવાખલ ગામે કૂવાની ઓરડી તોડી 11 મીટરના કેબલો અજાણ્યા શખ્સો કાપી ગયા હતા. સાધલી અવાખલ મેઇન રોડ પર આવેલા...

  • અવાખલ ગામે ચાર કૂવાના કેબલો તસ્કરો કાપી ગયા
    સાધલીના અવાખલ ગામે કૂવાની ઓરડી તોડી 11 મીટરના કેબલો અજાણ્યા શખ્સો કાપી ગયા હતા.

    સાધલી અવાખલ મેઇન રોડ પર આવેલા સાધલીના જયેશ પટેલ, રીપલ પટેલ, સુરેશ પટેલ તથા મંડળીના વ.ક. રાજુભાઇ પટેલના કૂવાની ઓરડીઓ તોડીને તા.1/3/18ની મધ્યરાત્રી પછી અંદાજે 11 મીટરના કેબલો અજાણ્યા શખ્સો કાપી ગયા હતા. અગાઉ અવાખલ ગામના 8 ઉપરાંત ખેડૂતોના કૂવાના કેબલો કાપી ચોરી કરવાની સમાચારની શાહી સુકાઇ નથી. ત્યાં સાધલીના 4 ખેડૂતોના કૂવાના કેબલો હોળીના દિવસે અજાણ્યા શખ્સો દ્વારા કાપવામાં આવ્યાં હતાં. સાધલી ઓ.પીમાં ખેડૂતો દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending