ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bharuch-Narmada » Palej» ટાયર પંક્ચર થતાં ટ્રક ડિવાઈડર કુદાવી અન્ય ટ્રકમાં ભટકાઈ

    ટાયર પંક્ચર થતાં ટ્રક ડિવાઈડર કુદાવી અન્ય ટ્રકમાં ભટકાઈ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 03, 2018, 02:20 AM IST

    સદનસીબે બનાવમાં કોઇને મોટી જાનહાનિ નહીં પોલીસે બન્ને વાહનો હટાવી વાહન વ્યવહાર શરૂ કર્યો
    • ટાયર પંક્ચર થતાં ટ્રક ડિવાઈડર કુદાવી અન્ય ટ્રકમાં ભટકાઈ
      ટાયર પંક્ચર થતાં ટ્રક ડિવાઈડર કુદાવી અન્ય ટ્રકમાં ભટકાઈ
      ભરૂચ વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે પર વહેલી સવારે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યકિતઓને નાની મોટી ઈજાઓ થઇ હતી. ઘટનાના પગલે બન્ને વાહનો રસ્તામાં ખોટકાઇ જતાં અને સામાન વેરવિખેર થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે પોલીસે તુરંત સ્થળ પર દોડી આવી ખોટકાયેલાં વાહનોને હટાવી વાહન વ્યવહાર પુન: કાર્યન્વિત કર્યો હતો.

      બનાવની સ્થળ પરથી મળતી વિગતો મુજબ સોમવારના રોજ વહેલી પરોઢે આશરે સવારના 4.45 કલાકના સુમારે વડોદરા તરફથી ભરૂચ તરફ લોટની ગુણો લઈને જતી ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક રોડ વચ્ચે બનાવેલ ડીવાઈડર કુદી સામેના બીજા રોડ પર અચાનક પડતા અને ભરૂચ તરફથી અાવી રહેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો જેમાં 4ને ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. એલ એન્ડ ટી ની ટીમ તથા પોલીસે રોડ પરથી ટ્રક-વેરવિખેર સામાનને ખસેડી વાહનવ્યવહાર પુન: રાબેતા મુજબ કર્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ટાયર પંક્ચર થતાં ટ્રક ડિવાઈડર કુદાવી અન્ય ટ્રકમાં ભટકાઈ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top