Divya Bhaskar

Home » Gujarat » Bharuch-Narmada » Palej » પીર મોટામીયા બાવાના ઉર્સનો પ્રારંભ

પીર મોટામીયા બાવાના ઉર્સનો પ્રારંભ

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 02:20 AM

પાલેજમાં બે દિવસ દરમિયાન હજારો અનુયાયીઓ ઉમટી પડશે કોમી એક્તાના પ્રખર હિમાયતી તેમજ ઘરે ઘરે ગાયો પાળવાનો...

  • પીર મોટામીયા બાવાના ઉર્સનો પ્રારંભ
    ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ અાપનાર, કોમી એક્તાના પ્રખર હિમાયતી તથા માનવસેવાના ભેખધારી એવા હજરત પીર મોટામીયા બાવા સાહેબના બે દિવસીય ઉર્સ (મેળા)નો પાલેજ ખાતે શુક્રવારથી દબદબાભેર પ્રારંભ થયો છે. અા પ્રસંગે મોટામીયા બાવા સાહેબ માંગરોળના ગાદી રચિત GSPRFદ્વારા ચાલો માનવતા મહેકાવીએનું પણ ભવ્ય અાયોજન કરેલ હોઇ અા પ્રસંગે મૂળ સ્વરૂપે લખાયેલી ભક્તિ સાગર તથા ચિશ્તિયા સિલસિલાના મહાન સુફી સંત ઓલિયા પુસ્તકોનું વિમોચન કરાશે. અા પ્રસંગે ઇતિહાસકાર ડો. મહેબુબ દેસાઇ, કવિ રઇસ મનીયાર તથા શિક્ષણ વિદ ડો. રાયસિંગ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ વકતવ્ય અાપશે.

    અા પ્રસંગે પાલેજ નગર સહિત પંથકના ગ્રામિણ વિસ્તાર સહિત મોટામીયા બાવા સાહેબના અાદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના ચીધરી સમાજના અનુયાયીઓ સહિત હિંદુ - મુસ્લિમ સંપ્રદાયના લોકો અા બે દિવસીય ઉર્સ (મેળામાં) ભાગ લઇ સાંપ્રત સમયમાં માનવ - માનવ વચ્ચે વેર ઝેર સર્જી સમાજમાં વૈમન્સ્ય સર્જનાર માનવતાના શત્રુઓને કોમી એક્તારૂપી સેતુનો એક અનુપમ સંદેશ પુરો પાડી ઉલ્લાસભેર બે દિવસીય ઉર્સ (મેળામાં) ભાગ લેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending