Home » Gujarat » Baroda Jilla » Nasvadi » ગામ નર્મદાના કિનારે છે, પણ પાણી માટે વીરડાનો જ સહારો

ગામ નર્મદાના કિનારે છે, પણ પાણી માટે વીરડાનો જ સહારો

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:25 AM

ન સવાડી તાલુકાના અંતરીયાળ વિસ્તારના કુપ્પા ખેંદા, છોટીઉંમર, ગણીયાબારી, સાકળીબારી, પીપલવાળી, કુંડા જેવા ગામડા...

  • ગામ નર્મદાના કિનારે છે, પણ પાણી માટે વીરડાનો જ સહારો
    ન સવાડી તાલુકાના અંતરીયાળ વિસ્તારના કુપ્પા ખેંદા, છોટીઉંમર, ગણીયાબારી, સાકળીબારી, પીપલવાળી, કુંડા જેવા ગામડા નર્મદા નદીના કિનારે આવેલા છે. રાજ્યમાં પીવાના પાણીનો પુરવઠો ન અટકે તે માટે નર્મદા ડેમની ઈરિગેશન બાયપસ ટનલમાંથી પાણી છોડવાની શરૂઆત સાથે જ અહીં પાણીનું સ્તર ઘટવા લાગ્યું. આજે, નર્મદા કોરી થઈ ગઈ છે, માત્ર પટમાં કાદવ-કીચડ વધ્યો છે. આથી આ ગામનાં લોકોને પીવાના પાણી માટે નદીના કોતરમાં ગાળેલા વિરડા જ એકમાત્ર સહારો રહ્યા છે. લોકો માટે જ પીવાનું પાણી માંડ મળે છે ત્યાં પશુઓ માટે શું કરવું તેની પશુપાલકોને ચિંતા સતાવે છે. હેન્ડપમ્પ બગડી ગયેલા હોવાથી કોઈ કામના રહ્યા નથી. નાના બાળકો આખો દિવસ બેસીને વિરડામાંથી કટોરો-કટોરો ભરી ઘડો ભરે ત્યારે માંડ સાંજ સુધીમાં બે ઘડા પાણી મળે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ