Divya Bhaskar

Home » Gujarat » Baroda Jilla » Nasvadi » કુકરદા ગામે મકાનમાં આગ લાગતાં બે પશુ જીવતા ભૂંજાયા

કુકરદા ગામે મકાનમાં આગ લાગતાં બે પશુ જીવતા ભૂંજાયા

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 03:55 AM

ટેમ્પો - ખાતર મળી 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત લોકોનો હેન્ડપંપના પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ ...

  • કુકરદા ગામે મકાનમાં આગ લાગતાં બે પશુ જીવતા ભૂંજાયા
    નસવાડીના ડુંગર વિસ્તાર ના કુકરદા ગામે રાત્રે વિજ પુરવઠા લાઈન મા શોટ સર્કીટ ના કારણે ડું ભીલ રેવજીભાઈ કલાસિયા ના કાચા મકાન મા આગ લાગેલ હતી મોડી રાત્રે આગ લાગતા ધર ના સદસ્યો મુશ્કેલી મા મુકાઈ ગયા હતા જોત જોતા મા ધર ની આગ વિકરણ સ્વરૂપ ધારણ કરતા શોર બકોર મચ્યો હતો આગ લાગેલ ધર ની બાજુ મા જ હેન્ડપંપ હોય તે પણ ગરમ થઈ ગયો હતો જેને લઈ પાણી ક્યાંથી લાવવું અને ધર ની આગ ઓલવવી તે મોટો પ્રશ્ન ઉભો થયો હતો એકબાજુ નસવાડી તાલુકા ના 212 ગામડા હોવા છતાંય ફાયર ફાઈટર નો અભાવ હોય ગામડા ના લોકો ને પણ હવે ખબર પડી ગઈ છે ફાયર ફાઈટર નસવાડી માં બંધ પડ્યો છે .આખરે આખું મકાન બળી ગયુ .જેમાં બે પશુ , બાઈક , રોકડ રકમ. ઘરવખરી , ઘરેણાં, અનાજ તેમજ તમામ સામાન બળી ગયો હતો .હેન્ડપંપ મકાન ના બાજુ મા હોય અડધી રાત થી સવાર થી બપોર સુધી વારા ફરતી ગ્રામજનો પાણી લઈ મકાન ની આગ ઓલવવા નો પ્રયાસ કર્યો હતો .મકાન બળી ગયા નો અંદાજીત કુલ નુકશાન 5,66,400 રૂ નો તલાટી , સર્કલ નસવાડી પોલીસ ના પંચકાસ મા બહાર આવ્યું છે .નસવાડી ટી ડી ઓ ને જાણ થતાં જ તલાટી , સર્કલ ને સ્થળ પર મોકલ્યા હતા .નસવાડી પોલીસ પણ પોહચી હતી .નસવાડી તાલુકા મા વાર વાર આગ લાગવાની ઘટના બનતા હોય છેે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending