• Gujarati News
  • National
  • નસવાડીના યુવકનું ગુપ્તાંગ પ્લાસ્ટિક બોટલમાં ફસાયું

નસવાડીના યુવકનું ગુપ્તાંગ પ્લાસ્ટિક બોટલમાં ફસાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડીનારામપુરાના યુવકનું ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં ફસાઇ જતાં દવાખાને ખસેડવો પડયો હતો.

નસવાડીના રામપુરીના યુવાને પ્લાસ્ટિકનો એક બોટલ અડધો કાપી નાખી પોતાના ગુપ્તાંગ પર ચડાવ્યો હતો. ત્યારે બોટલ ઊંધો હોઇ તેનો ઉપરનો ભાગ ફસાઇ ગયો હતો. સતત બે દિવસ સુધી શરમના માર્યો યુવાન ગુપ્તાંગમાં ફસાયેલ પ્લાસ્ટિક બોટલ સાથે ફરતો રહ્યો. જેનાથી ગુપ્તાંગ પર વધુ સોજો આવતાં આખરે 108 મારફતે યુવાનને નસવાડીના સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યો હતો. ગુપ્તાંગ પર ખૂબ સોજો હોઇ ડો.હેમંત રાજપુરા અને ડૉ.ગૌરવ જયસ્વાલ દ્વારા સારવાર શરૂ કરાઇ હતી.

સોજો ઉતર્યા બાદ ડોક્ટર દ્વારા બોટલના કઠણ ભાગને અલગ અલગ સાધન વડે કાપી નાખી દૂર કરાયો હતો. યુવકને સારવાર બાદ રજા અપાઇ હતી.

યુવકને સરકારી હોિસ્પટલમાં લઇ જવો પડ્યો

અટકચાળાથી શરમજનક સ્થિતિમાં મૂકાયો

અન્ય સમાચારો પણ છે...