Divya Bhaskar

Home » Gujarat » Baroda Jilla » Nasvadi » લીમટવાડા પાસેથી ખાતરના શંકાસ્પદ જથ્થા સાથે 3 ઝડપાયા

લીમટવાડા પાસેથી ખાતરના શંકાસ્પદ જથ્થા સાથે 3 ઝડપાયા

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 03:50 AM

ટેમ્પો - ખાતર મળી 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત લોકોનો હેન્ડપંપના પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ ...

  • લીમટવાડા પાસેથી ખાતરના શંકાસ્પદ જથ્થા સાથે 3 ઝડપાયા
    નાંદોદના લીમટવાડા ગામ પાસેથી ખાતરના શંકાસ્પદ જથ્થા સાથે ત્રણ યુવાનોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસે ખાતર તથા ટેમ્પો મળી 7.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ખાતરના જથ્થાને સગેવગે કરવાનું કૌભાંડ હોવાની શકયતાને ધ્યાનમાં રાખી પોલીસે વધુ તપાસ આદરી છે. રાજપીપળા ખાતે આવેલા જીન કંપાઉન્ડમાંથી ખાતરનો જથ્થો ભરવામાં આવ્યો હોવાની કબુલાત ઝડપાયેલા ત્રણેય ઇસમોએ કરી છે.

    નર્મદા જિલ્લા પોલીસે તાજેતરમાં મોટી વિદેશી દારૂની રેડ બાદ બીજું ખાતરનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.રાજપીપલા જીન કમ્પાઉડમાંથી ખાતરની ગુણો ભરીને સુરત જિલ્લાના ઓલપાડ ખાતે કેવીન મૈસુરીયા અને ચીખલી ખાતે વિનોદ પટેલ લઈ જતા હતા દરમિયાન એલસીબીએ એમને નજીકના લીમટવાડા ગામ પાસેથી તેઓને ઝડપી પાડ્યા હતા.

    એલ.સી.બી પોસઇ એ.ડી.મહંત તથા તેમના સ્ટાફે લીમટવાડા ગામના બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. દરમિ્યાન આઇસર ટેમ્પો શંકાસ્પદ રીતે આવતો હોવાનું એમને જણાયું હતું. ટેમ્પો ચેક કરતા તેમા કૃભકો યુરીયા સરકારી ખાતરની ગુણ 120 (કિંમત 36,000)ની મળી આવી હતી. પોલીસે ચીખલીના ડ્રાઇવર જીતેશ ખાલપ પટેલ તેની સાથે સુનિલ ધનસુખ રાઠોડ,ઓલપાડના કેવીન હસમુખ મૈસુરીયાની અટક કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending