મકાન સળગી ગયું, રાખમાંથી શોધ્યા બચાવેલા સિક્કા

નસવાડી તાલુકાના કસુંબીયા ગામની સીમમાં ભાગે ખેતી કરીને એક આદીવાસી વૃદ્ધ પરીવાર પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારની...

DivyaBhaskar News Network | Updated - Feb 28, 2018, 03:35 AM
મકાન સળગી ગયું, રાખમાંથી શોધ્યા બચાવેલા સિક્કા
નસવાડી તાલુકાના કસુંબીયા ગામની સીમમાં ભાગે ખેતી કરીને એક આદીવાસી વૃદ્ધ પરીવાર પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારની રાત્રે પાણીમહુડાનો ગોરધનભાઈ ભીલ વૃદ્ધ દંપતી પાસે આવ્યો હતો. તેણે વૃદ્ધ દંપતી પાસેથી જ માચીશ લઈ તેમનું ઝુંપડું સળગાવી ભાગી ગયો હતો. આ દંપતીએ ઘરમાં જ જમીનમાં અલગ અલગ ખૂણા પર માટલામાં રૂ.1,2,5ના સિક્કા જમા કર્યા હતા. નસવાડી પોલીસે વૃદ્ધ દંપતીની ફરીયાદ તપાસ હાથ ધરી છે.

ઘર સળગી ગયા બાદ વૃદ્ધ દંપતીના જણાવ્યા પ્રમાણે જુદા-જુદા ખૂણામાં દાટેલી માટલીઓ લોકોએ શોધી કાઢી હતી. જેમાંથી તેમની જીવનભરની બચત નિકળી હતી.

પાઈ પાઈની કિંમત

આજે નાના બાળકને તમે સિક્કો આપો તો તે હાથમાં નથી લેતા, પરંતુ આ વૃદ્ધ દંપતી માટે તો ઘર સળગી ગયા બાદ બચાવેલા આ સિક્કા જ કિંમતી સાબિત થયા હતા.

પુત્રોએ શોધી માટલીઓ

વૃદ્ધ દંપતીના જણાવ્યા મુજબ પુત્રોએ માટલી શોધી હતી. જોકે, પતરાની પેટીમાં બચાવેલા સિક્કા બળી જતાં તેની કોઈ કિંમત રહી ન હતી.

X
મકાન સળગી ગયું, રાખમાંથી શોધ્યા બચાવેલા સિક્કા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App