• Home
  • Gujarat
  • Baroda Jilla
  • Nasvadi
  • નસવાડીના હરખોડના ટેકરા ફળીયાના ગ્રામજનોએ પાણી માટે 30 ફૂટનો કૂવો ખોદ્યો

નસવાડીના હરખોડના ટેકરા ફળીયાના ગ્રામજનોએ પાણી માટે 30 ફૂટનો કૂવો ખોદ્યો

નસવાડી | નસવાડી તાલુકાના નર્મદા કીનારે આવેલ હરખોડ ગામના ટેકરા ફળીયામાં રહેતા આદીવાસી લોકો પાસે પાણીના કોઈ સ્રોત...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 03:10 AM
નસવાડીના હરખોડના ટેકરા ફળીયાના ગ્રામજનોએ પાણી માટે 30 ફૂટનો કૂવો ખોદ્યો
નસવાડી | નસવાડી તાલુકાના નર્મદા કીનારે આવેલ હરખોડ ગામના ટેકરા ફળીયામાં રહેતા આદીવાસી લોકો પાસે પાણીના કોઈ સ્રોત બચ્યા નથી. ગ્રામજનો જે કોતરમાંથી પાણી મેળવતા હતા તે પણ સુકાઈ જતાં હવે કોતરમાં કૂવો ખોદી રહ્યા છે. આ આદિવાસી લોકો પાણી મેળવવા જીવના જોખમે 20 ફૂટ જેટલી લાકડાની સીડી મૂકી કૂવો ખોદી રહ્યા છે. કૂવો ખોદતા પાણી જોવા મળતા હાલ 30 ફૂટ જેટલો કૂવો ખોદી નાખ્યો છે. ડુંગરનો ભાગ હોય કુદરત પણ આદિવાસી સાથે કસોટી કરતી હોય તેમ કહેવત છે પાતાળ માંથી પાણી મેળવવાનો પ્રયાસ હાલ હરખોડ ના ગ્રામજનો કરી રહ્યા છે. જળ એજ જીવન નો શબ્દ પણ સાર્થક કૂવો ખોદતાં ગ્રામજનો એ સાબીત કર્યો છે .અહીંયા રહેતા ગ્રામજનો 3 કીમી દૂર આવેલ કુંડા ગામ ની ઉડી ખીણ માં ઉતરી પાણી લાવી રહ્યા છે હાલ તો પાણી મેળવવા વલખા મારતા ગ્રામજનો તરફ સરકાર ધ્યાન આપી પાણીની સુવિધા ઉભી કરે તે જરૂરી બન્યું છે.

ફળિયાના લોકો સાથે મળીને કૂવો ખોદી રહ્યાં છે

અમે ટેકરા ફળીયામાં કૂવો ખોદી રહ્યા છીએ. અમરા ફળિયાના બધા લોકોને પાણીની જરૂર છે. સવાર સાંજ ફળિયાના લોકો સાથે મળીને કૂવો ખોદી રહ્યાં છીએ. અમારું ગામ નર્મદા નદીથી નજીક છે છતાં પાણીનીની મોટી સમસ્યા છે. રોજ પાણી લેવા કુંડા ગામના ઊંડા કોતરમાં જઈએ છીએ. સવાર સાંજ બે ટાઈમ પાણી લેવા જવું પડે છે. પશુને પણ સાથે પાણી પીવાડવા લઈ જઈએ છે. પાણીની બોવ તકલીફ છે. વારંવારની રજૂઆતો છતાં સરકાર અમારી બાજુ ધ્યાન આપતી નથી. બચુભાઈ ભીલ, ગ્રામજન ટેકરા ફળીયા, હરખોડ

X
નસવાડીના હરખોડના ટેકરા ફળીયાના ગ્રામજનોએ પાણી માટે 30 ફૂટનો કૂવો ખોદ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App