તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ‘ગુજરાન ચલાવવું મુશ્કેલ, જળસમાિધનો િનર્ણય’

‘ગુજરાન ચલાવવું મુશ્કેલ, જળસમાિધનો િનર્ણય’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડીતાલુકાના બરોલી વસાહતના 14 નર્મદા અસરગ્રસ્તોને સરકાર દ્વારા રોજગારી તેમજ નોકરી નહી આપતા બરોલી વસાહતના 14 યુવાનો દ્વારા તા.06/10/14ના રોજ 11 કલાકે નસવાડીથી પસાર થતી નર્મદા મેઇન કેનાલમાં જળ સમાધી લઇ આત્મ વિલોપન કરવાની લાગતા વળગતા તંત્રને જાણ કરતા વહીવટી તંત્ર તેમજ નસવાડી પોલીસ સ્ટાફ એલર્ટ થઇ ગયો હતો. જોકે છેલ્લા દશ વર્ષોથી સરકાર દ્વારા સુવિધાઓ અને અસરગ્રસ્ત પરિવારોના યુવાનોને નોકરી અાપતા ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બનતાં આખરે આજે સોમવારે 11 યુવાનોએ નર્મદા કેનાલમાં મોતનો ભુસ્કો મોતને ભેટવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

નસવાડી તાલુકાના બરોલી વસાહતમાં 42 જેટલા નર્મદા અસર ગ્રસ્ત પરિવારો રહે છે. પરિવારો બરોલી વસાહત નં.1માં સન 1992માં નર્મદા અસર ગ્રસ્ત જેઓ ગધેડમાં ગામના લોકોનું 42 પરિવારો સાથે બરોલી વસાહત નં.1માં વસવાટ કરતું હતું. પરિવારોને સરકાર દ્વારા વસવાટ સમયે જણાવવામાં આવ્યું હતું કે તમારા બાળકો પુખ્ત વયના થશે ત્યારે તેમને નોકરી આપીશું પરંતુ વિતેલા 10 વર્ષથી સરકાર દ્વારા નર્મદા અસર ગ્રસ્તોને નોકરી આપવા તેમજ જમીન આપવા માટે આંખ આડા કાન કરવામાં આવતા હતાં. જેના પગલે 42 કુટુંબો પૈકી 14 યુવાનો દ્વારા નર્મદા મેઇન કેનાલમાં જળ સમાધિ લેવા ચીમકી આપી હતી. જેના પગલે નસવાડી પો.સ.ઇ.ભાવિક શાહ દ્વારા નર્મદા મેઇન કેનાલ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ નર્મદા મેઇન કેનાલનો વિસ્તાર ખુબ લાંબો હોઈ જળ સમાધી લેનાર 14 યુવાનો પૈકી 11 યુવાનો એક પછી એક નર્મદા મેઇન કેનાલમાં ઝપલાવ્યું હતું. જ્યારે ત્રણ યુવાનો મેઇન કેનાલમાં જંપલાવતા પહેલા નસવાડી પોલીસે ઝડપી પાડ્યા હતાં. જ્યારે 11 યુવાનો જે નર્મદા મેઇન કેનાલમાં કુદી પડ્યા હતાં તેમને પોલીસ જવાનોએ મેઇન કેનાલમાં ઝપલાવી 11 ડુબતા યુવાનોને બચાવી કેનાલ બહાર કાઢીને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતાં.

જો સરકાર દ્વારા યુવાનોને નોકરી આપી હોત તો યુવાનો દ્વારા આત્મ વિલોપન કરવાની નોબત આવત આત્મ વિલોપન કરવાની નોબલ આવત. નસવાડી તાલુકાની નર્મદા મેઇન કેનાલમાં 14 પૈકી 11 જણામાં સંજયભાઇ, જયેશભાઇ, હિમ્મતભાઇ, વિપિનભાઇ, નગીનભાઇ, વિક્રમભાઇ, વિનુભાઇ, અશ્વિનભાઇ, વિપિનભાઇ, કાનજીભાઇ, બાબુભાઇ અગિયારે નર્મદા મેઇન કેનાલમાં કુદકો મારી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રણ યુવાનોમાં મહેશભાઇ, જેમલભાઇ, વિજયભાઇને નસવાડી પો.સ.ઇ.ભાવીક શાહે ધરપક