તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેધા પાટકર સાથે આવતાં ૨૦૦ને પોલીસે અટકાવતાં રસ્તા પર બેઠાં

મેધા પાટકર સાથે આવતાં ૨૦૦ને પોલીસે અટકાવતાં રસ્તા પર બેઠાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશમાંથી ગુજરાતમા પ્રવેશી રહેલા નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેધા પાટકર અને તેના કાફલામાં સામેલ મહિલાઓ અને બાળકો સહિત 200 જેટલાં લોકોને પોલીસે રેણધા બોર્ડર ઉપર અટકાવ્યાં હતાં, અને તમામને બળજબરીપૂર્વક પકડી પરત મધ્યપ્રદેશ તરફ લઈ જવાયાં હતાં.

આજે સવારે મેઘા પાટકરના કાફલાની ગાડીઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે રેણધા ચેક પોસ્ટ ઉપર આવતાં પોલીસે તેને અટકાવી હતી. નર્મદા પોલીસ વડા સહિત છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ સાથે મોટી સંખ્યામાં તૈનાત પોલીસ જવાનો- મેધા પાટકરના કાફલાને અટકાવતાં તેઓ રસ્તા ઉપર બેસી ગયાં હતાં. સતત બે કલાક સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મેધા પાટકર અને તેમની સાથે અનેક વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ , મધ્યપ્રદેશ ના અખિલ ભારતીય કિશાન સંઘના અધ્યક્ષ જસવિંદરસિંઘ, પર્યાવરણવિદ અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રફુલ્લ સામંત સહિત અનેક સામાજિક સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ વચ્ચે તેઓને ગેરકાયદેસર રીતે અટકાવ્યા બાબતે વાકયુદ્ધ ચાલ્યું હતું. પોલીસે આક્રમક બનીને મેધા પાટકર અને તેના સાથીયોને બળજબરીપૂર્વક ઢસડી ઢસડીને પોલીસની ગાડીઓમાં બેસાડી પરત મધ્ય પ્રદેશ તરફ લઈ ગઈ હતી. મેધા પાટકર અને તેના સાથીઓને ગુજરાત પોલીસ પોતાનાં વાહનોમાં મધ્ય પ્રદેશ તરફ ક્યાં લઈ ગયા તે અંગે નર્મદા પોલીસ વડાને પૂછતા તેમણે મીડિયાને માહિતી આપવાનો ઈંકાર કર્યો હતો.

ક્વાંટના રેણધા પાસે કાફલાની ગાડીઓ અટકાવી દીધી

પોલીસે વસાહતીઓને નજર કેદ રાખ્યા હતા

મેધાપાટકરે જણાવ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રના ચીમલ ટેડી કે જ્યાં તેઓની જીવન શાળાઓ ચાલી રહી છે ત્યાં જઈ રહ્યાં હતાં, પરંતુ પોલીસને એવી શંકા હતી કે નર્મદા વિસ્થાપિતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તેઓની મુલાકતે જઈ રહ્યાં છે અને ત્યાં જઈ તેઓ આંદોલનને વધુ વેગવંતું બનાવશે તેવી શંકાને લઈ પોલીસ તેમને હેરાન કરી રહી છે જ્યારે સમગ્ર જિલ્લા પોલીસે અનેક વસાહતમાં વસાહતીઓને નજર કેદ રાખ્યા હતા.

આખરે ગુજરાત પોલીસ દ્વારા મેધા પાટકરને મધ્યપ્રદેશ લઇ જવાયા

અન્ય સમાચારો પણ છે...