• Gujarati News
  • National
  • કોટડા (જ) નજીક ટ્રકના ચાલકની બેદરકારીથી 42 ઘેટાં બકરા કચડાયા

કોટડા (જ) નજીક ટ્રકના ચાલકની બેદરકારીથી 42 ઘેટાં બકરા કચડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટડા જડોદર નજીક ભીમપુરા રોડ પર સોમવારે સવારે નશામાં ધૂત ટ્રકચાલકે ઘેટા બકરાના ઘણ પર ટ્રક ચડાવી દેતા 42 ઘેટાં બકરાંના મોત નિપજ્યા હતા, આ અરેરાટી ભરી ઘટનાથી માલધારીઓની આજીવીકા છીનવાઇ ગઇ હતી. ઘટના સમયે હાજર રહેલા માલધારી રબારી રાજાહીરા તથા ઇલીયાસ સીધીક કુંભાર પોતાના વગ સાથે સવારે નવ વાગ્યાના અરસામાં ભીમપુરા ઘેટાં-બકરાંને લઈ ચરાવવા જતા હતા ત્યારે ટ્રક આવી ચડતાં આખા ઘણ પર ટ્રકના પૈડાં ફેરવી દેતાં જેમા 42 ઘેટાં બકરાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને અન્ય અબોલ જીવના પગ ભાંગ્યા હતા, નજરે જોનારાઓએ ટ્રક નંબર જીજે 12 ઝેડ 2877ના ચાલકને પકડી પાડ્યો હતો. અને તે ટ્રકનો ચાલક પીધેલી હાલતમાં હોવાનું અને તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ પણ ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું, ટ્રકના માલિક ચાવડકા ગામના હોવાનું ટ્રક ડ્રાઇવરે લોકોને જણાવ્યું હતું, આમ અચાનક કાળમુખી ટ્રકે 42 ઘેટા બકરાને કચડી નાખતાં ઇલીયાસભાઇ અને રાજાહીરાભાઇની આજીવીકા છીનવી લીધી હતી તેમજ નાના ઘેટા બકરાઓના બચ્ચાઓને નોંધારા કરી મુક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...