Home » Gujarat » Bhuj » Nakatrana » બન્ને વાહનનોના મુસાફરોમાં રાડા રાડ મચી ગઇ હતી

બન્ને વાહનનોના મુસાફરોમાં રાડા રાડ મચી ગઇ હતી

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 05:00 AM

નખત્રાણા તાલુકાના સાંગનારા ફાટક પાસે મંગળવારે સાંજે બોલેરો જીપ અને ખાનગી બસ વચ્ચે ઘડાકાભેર અકસ્માત સર્જાતા...

  • બન્ને વાહનનોના મુસાફરોમાં રાડા રાડ મચી ગઇ હતી
    નખત્રાણા તાલુકાના સાંગનારા ફાટક પાસે મંગળવારે સાંજે બોલેરો જીપ અને ખાનગી બસ વચ્ચે ઘડાકાભેર અકસ્માત સર્જાતા મુસાફરોમાં 6થી 7 પેસેન્જરોને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતનો બનાવ સાંજે પાંચ વાગ્યાની આસ પાસ સાંગનારા ફાટક પાસે બન્યો હતો, બોલેરો જીપ જી.જે.12 સીડી 7894 તથા ખાનગી ટ્રાવેલ્સની બસ જી.જે06 ઝેડ 2942 સામ સામે ભટકાતાં બન્ને વાહનોના પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, બસમાં બેઠેલા અને જીપમાં બેઠેલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, તમામને પ્રાથમિક સારવાર માટે નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમા છથી સાત જણાઓને ફેકચર સહિતની ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ અકસ્માતના બનાવ સંદર્ભે નખત્રાણા પોલીસ મથકમાં કોઇ જ નોંધ કરવામાં આવી નથી.

    નખત્રાણાના સાંગનારા ફાટક પાસે બસ જીપ અથડાતા 7 પેસેન્જરો ઘાયલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending