તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દેવીસર પાસે પિતરાઈ કાકા ભત્રીજા પર વીજળી ત્રાટકી

દેવીસર પાસે પિતરાઈ કાકા-ભત્રીજા પર વીજળી ત્રાટકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતરે આંટો મારવા ગયા ત્યારે ઝાડ નીચે ઊભા રહ્યા હતા

ભાસ્કરન્યૂઝ. નખત્રાણા

નખત્રાણાતાલુકાના દેવીસર નજીક અરલ ગામના પાટિયા પાસે વીજળી પડવાથી પિતરાઈ કાકા અને ભત્રીજાનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

દેવીસર ગામથી એક કિલોમીટર દૂર મંગળવારે સાંજે સાડા વાગ્યે બનેલી ઘટનામાં નવીન ખીમજી જેપાર(22) અને બાબુલાલ ખીમજી જેપાર ઝાડ પાસે ઊભા હતા ત્યારે આકાશમાંથી કાળરૂપી વીજળી પડી હતી.

હતભાગી કૌટુંબિક કાકા-ભત્રીજા મજૂરી કામ માટે અાખો દિવસ ગામમાં હતા.

બપોર પછી બન્ને ત્રીજીવાર ખેતર પર આંટો મારવા ગયા હતા. તેઓ એક ઝાડ પાસે ઊભા હતા ત્યારે વીજળી ત્રાટકી હતી. નજરે જોનારા લોકોના જણાવ્યા મુજ વીજળી ઝાડ પર પડ્યા બાદ બન્ને યુવાન ઝપટમાં આવી ગયા હતા.

ઘટનાની જાણ થતાં દેવીસરના સરપંચ ધનજી આયર, હિરાલાલ ગરવા, અશોક જોશી, ગની કાતિયાર, રમેશ જેપાર વગેરે લોકો યુવાનોના જીવ બચાવવા માટે દોડી ગયા હતા. જોકે, ઘટનાસ્થળે બન્નેના પ્રાણ ઉડી ગયાનું માલૂમ પડતાં ગામમાં ભારે શોકનું વાતાવરણ છવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રાણ દિવસથી વાતાવરણ બદલાઇ રહ્યું છે ત્યારે વીજળી પડવા સામે તકેદારી રાખવાની લાગણી વ્યકત થઇ રહી છે.