ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Nakatrana» માતાના મઢની ખાણ પર અવ્યવસ્થાથી ટ્રક ડ્રાઇવર્સ મુશ્કેલીમાં મુકાયા

    માતાના મઢની ખાણ પર અવ્યવસ્થાથી ટ્રક ડ્રાઇવર્સ મુશ્કેલીમાં મુકાયા

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:45 AM IST

    માતાના મઢની જીએમડીસી સંચાલિત લિગ્નાઇટ ખાણ પર સંચાલકો દ્વારા જરૂર કરતાં ત્રણ ઘણી સંખ્યામાં ટ્રકને માલ ભરવા માટે...
    • માતાના મઢની ખાણ પર અવ્યવસ્થાથી ટ્રક ડ્રાઇવર્સ મુશ્કેલીમાં મુકાયા
      માતાના મઢની ખાણ પર અવ્યવસ્થાથી ટ્રક ડ્રાઇવર્સ મુશ્કેલીમાં મુકાયા
      માતાના મઢની જીએમડીસી સંચાલિત લિગ્નાઇટ ખાણ પર સંચાલકો દ્વારા જરૂર કરતાં ત્રણ ઘણી સંખ્યામાં ટ્રકને માલ ભરવા માટે ઉભાડી દેવાતાં ડ્રાઇવર્સ અને ક્લિનર્સની હાલત કફોડી બની હતી. દિવસભર પાણી પણ નસીબ ન થવાથી રોષની લાગણી ફેલાઇ હતી.

      ખાણ પર સમાન્ય રીતે દૈનિક 300 ટ્રક ભરાય છે તેની સામે 1 હજાર જેલી ટ્રકના માલિકોને ગાડી ભરવા માટે આવવાની સુચના મળતાં ટ્રકોનો જમેલો થયો હતો. દરમિયાન વારાની રાહમાં ઉભેલા ચાલકો અને ક્લિનરને જમવાનું કે અલ્પાહાર તો ઠીક, પાણી પણ નસીબ ન થતાં કફોડી હાલતમાં મુકાયા હતા. ટ્રક લોડ કરવા આવેલા કાંતિ વાળંદ, ચાંદુભા, કચરા રબારી, વંકા રબારી સહિતના ચાલકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, ટ્રકોનો ભરાવો થઇ જતાં પાર્કિંગમાં પણ ગેર વ્યવસ્થા જોવા મળી હતી.આ અંગે જીએમડીસીના માઇન્સ મેનેજરનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે જવાબ આપવાની તસદી લીધી ન હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: માતાના મઢની ખાણ પર અવ્યવસ્થાથી ટ્રક ડ્રાઇવર્સ મુશ્કેલીમાં મુકાયા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `