Home » Gujarat » Bhuj » Nakatrana » ભડલીના બે છાત્રો રાજ્ય- કક્ષાની શિષ્યવૃત્તિ માટે પસંદ

ભડલીના બે છાત્રો રાજ્ય- કક્ષાની શિષ્યવૃત્તિ માટે પસંદ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 04:25 AM

નખત્રાણા તાલુકાના ભડલી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની માધ્યમિક...

  • ભડલીના બે છાત્રો રાજ્ય- કક્ષાની શિષ્યવૃત્તિ માટે પસંદ

    નખત્રાણા તાલુકાના ભડલી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરીને શાળાનું નામ રોશન કર્યું છે. રાજ્ય બોર્ડ દ્વારા યોજાયેલી પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર કરાયું હતું જેમાં નુઅમાન ફરીદ અહેમદ ખત્રી 121 ગુણ અને હેમાંગ સુરેશ લોહાર 123 ગુણ સાથે પાસ થવાની સાથે રાજ્યકક્ષાઅે મેરિટ લિસ્ટમાં સ્થાન પામ્યા છે. આ સિધ્ધિ બદલ આચાર્ય હિરેન સોનેજી અને સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ