તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેશલપર(ગું)માં માનવ સર્જીત દુષ્કાળથી માલધારીઓ હેરાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશલપર(ગું)માં માનવ સર્જીત દુષ્કાળથી માલધારીઓ હેરાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના નાની બન્નીને અડીને આવેલા દેશલપર(ગું) ગામે સારાં ચોમાસાં છતાં માનવસર્જીત દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઇ છે. વર્ષોથી ગૌચર જમીન પર થતા દબાણો કરતા ભૂમાફિયાઓએ હવે પેશકદમી વધારી દીધી છે, હવે સમય એવો આવ્યો છે કે, ક્યાંય પણ ગૌચર જમીન ખુલ્લી નથી રહી કે પશુઓ ચારિયાણ માટે જઇ શકે. દાતાઓ દ્વારા બનાવાયેલી તલાવડીઓ ઉપર પણ બૂલડોઝર ફરી વળ્યા છે અને તલાવડી પણ સમથળ થઇ ગઇ છે.

દબાણો અંગે વખતોવખત વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પણ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પરિસ્થિતિમાં દબાણકારો છાકટા બની ગયા છે. એવી પરિસ્થિતિ આવી છે કે, સીમાડાઓ રહ્યા નથી. ચારિયાણ ખતમ થયા છે, તો પશુઓ ચરવા માટે ક્યાં જાય.

ગામમાં અંદાજે 1400થી 1500 પશુઓની સંખ્યા છે, ચારિયાણ છે નહીં, વરસાદ થતાં સરકાર અને સંસ્થાઓ દ્વારા અપાતો ઘાસચારો બંધ થઇ ગયો છે. માલધારીઓ પશુઓને નીભાવે કઇ રીતે છતે ચોમાસે પશુ ભૂખ્યા છે. વહીવટી તંત્ર ગાઢ નિદ્રામાં છે.

ગૌચર જમીન પર ભૂમાફિયાઓના દબાણો

અંદાજે 1500 જેટલા પશુઓ ભૂખમરામાં ધકેલાઇ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો