Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Nakatrana » નખત્રાણા તાલુકા રબારી સમાજના હોદ્દેદારો વરાયા

નખત્રાણા તાલુકા રબારી સમાજના હોદ્દેદારો વરાયા

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:10 AM

નખત્રાણા | તાજેતરમાં વાંકોલ કન્યા છાત્રાલયમાં તાલુકા રબારી સમાજ પ્રમુખ ખેંગાર પબાના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં...

  • નખત્રાણા તાલુકા રબારી સમાજના હોદ્દેદારો વરાયા
    નખત્રાણા | તાજેતરમાં વાંકોલ કન્યા છાત્રાલયમાં તાલુકા રબારી સમાજ પ્રમુખ ખેંગાર પબાના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં નખત્રાણા તાલુકા રબારી સમાજની કારોબારીની સર્વાનુમતે રચના કરાઇ હતી. જેમાં પ્રમુખ રબારી મંગલ વેલા(વિથોણ), ઉપપ્રમુખ રબારી ભીખા કાના (બેરૂ), મંત્રી રબારી ભીખા રામા(નાના નખત્રાણા), મહામંત્રી રબારી મેઘા વંકા(બેરૂ), ખજાનચી રબારી લખમીર દેવરા વરાયા હતા. સમાજના અગ્રણીઓ તરીકે રબારી લાખા ખેંગાર, રબારી ફકીર ભજુ, રબારી દેવા વંકા, રબારી વંકા પેના, રબારી કરણા વંકા, રબારી લાખા વેજા, રબારી કમા દેવરા, રબારી મંગલ રામાની વરણી કરાઇ હતી. આ બેઠકમાં રબારી સામત દેવા, રબારી ખોડા વેલા, રબારી સાંગા દેવા, રબારી વેજા રાણા, રબારી ભીમા આશા, રબારી વંકા વીરા, રબારી રાણા વાસંગ, રબારી બુધા ખેંગાર, રબારી રાજા રામા, રબારી જગા કરમશી, રબારી લાખા સોના, રબારી ડુંગર દેવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending