Home » Gujarat » Bhuj » Nakatrana » નખત્રાણાના નવાનગરમાં છેલ્લા 10 દિવસથી પાણી વિતરણ ન થતાં

નખત્રાણાના નવાનગરમાં છેલ્લા 10 દિવસથી પાણી વિતરણ ન થતાં

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:10 AM

નખત્રાણાના નવાનગરમાં છેલ્લા 10 દિવસથી પાણી વિતરણ ન થતાં રોષે ભરાયેલા રહીશોએ ગ્રામ પંચાયત કચેરીએ હલ્લો બોલાવ્યો...

  • નખત્રાણાના નવાનગરમાં છેલ્લા 10 દિવસથી પાણી વિતરણ ન થતાં

    નખત્રાણાના નવાનગરમાં છેલ્લા 10 દિવસથી પાણી વિતરણ ન થતાં રોષે ભરાયેલા રહીશોએ ગ્રામ પંચાયત કચેરીએ હલ્લો બોલાવ્યો હતો અને એક તકે સ્થિતિ વણસી હતી પણ યોગ્ય કરવાની ખાતરી મળતાં ગરમાયેલો મામલો થાળે પડ્યો હતો.

    છેલ્લા 10 દિવસથી નળ કનેક્શન વાટે પાણી નહિ મળતાં રોષે ભરાયેલા લોકો ગ્રામપંચાયતે ધસી ગયા હતા અને કિન્નાખોરી પૂર્વક પાણીની માનવ સર્જીત સમસ્યા પેદા કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. નિયમિત પાણી વેરો ભરતા હોવાનું કહેતાં રહીશોએ ફસાઇ બાબતે પણ ઉગ્ર રજૂઆત કરી હતી. દરમિયાન મામલો ગરમાયો હતો પણ જવાબદારોએ સ્થળ નિરીક્ષણની સાથે યોગ્ય કરવાની ખાતરી આપતાં થાળે પડી ગયો હતો.

    જયાબેન જાડેજા, જીતુભા જાડેજા, દાનુભા જાડેજા, સુરેશ જોશી, મુસા હુસેન કુંભાર સહિતના આગેવાનોએ રોષ પૂર્વક કહ્યું હતું કે, 5 હજાર જેટલી વસાહત સાથેના નવાનગરમાં પાણી ન મળતાં લોક અને પશુધન તરસ્યા મરે છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની ભાર પૂર્વક રજૂઆત કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ